Rajkot: જસદણના મંદિરમાં ચોરીના CCTV આવ્યા સામે, માતાજીના ચાંદીના છત્ર, દાનપેટીની ચોરી

Jan 25, 2025 - 20:00
Rajkot: જસદણના મંદિરમાં ચોરીના CCTV આવ્યા સામે, માતાજીના ચાંદીના છત્ર, દાનપેટીની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી. ચોરોએ ઘરની સાથે હવે મંદિરો પણ ટાર્ગેટ કર્યા છે. રાજકોટના જસદણ ખાતે સ્મશાનમાં આવેલા મેલડી માં ના મંદિરમાં ચોરી થઈ હતી. જેના CCTV સામે આવ્યા છે. આ ચોરી ગત રાત્રિના સમયે 1 વાગે કરવામાં આવી હતી. ઉપરાંત મામાદેવના મંદિરેથી પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

જસદણના મંદિરમાં ચોરીના CCTV આવ્યા સામે

રાજકોટના જસદણ તાલુકા ખાતે આવેલા સ્મશાનમાં મેલડીમાતાનું મંદિર આવેલું છે. માતાજીના આ મંદિરેથી ચોરોએ ગતરોજ રાત્રિના સુમારે ચોરી કરી હતી. જેમાં માતાજીના ચાંદીના છત્રની ચોરી કરી હતી. ચોર એટલે જ ન અટકતા માતાજીનો અખંડ દીવો પણ ઓલવીને દિવેલ્યું ચોરી લીધું હતું.

સ્મશાનના મામાદેવ ના મંદિરેથી પણ દાનપેટી લઈને નાસી છૂટ્યો

સ્મશાનમાં માતાજીના મંદિર ઉપરાંત મામાદેવનું મંદીર પણ આવેલું છે. ચોર મામાદેવના મંદિરેથી પણ દાનપેટી ચોરીને નાસી છૂટ્યો હતો. પહેલા તસ્કરો અમુક મકાનો અને દુકાનોને ટાર્ગેટ બનાવતા હતા પરંતુ હવે તો તેઓની હિમંત વધતાં મંદિરોને પણ નિશાન બનાવી બેફામ ચોરી કરી રહ્યા છે.

સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા

રાત્રિના સમયે તસ્કરો ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થયા હતા. ત્યારે ચોરી કરતા CCTV સો.મીડિયામાં પણ વાયરલ થયા હતા. સેવાભાવી લોકોમાં આ તસ્કરોને ગોતવા માટે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0