Rajkot: ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે સરકાર અને નાફેડ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોએ પણ મગફળીના વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાંબી કતારો લગાવી છે. મગફળીના સારા ભાવ મળવાના કારણે ખેડૂતો પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.ટેકાના ભાવ મણના 1,300થી પણ વધારે મળી રહ્યા છે રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે અને તેનો સમયગાળો પણ હવે વધારવામાં આવ્યો છે. ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલી અતુલ મીલ કમ્પાઉન્ડમાં મગફળીની ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં, ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ સારો લાભ લીધો છે અને હાલ ખુલ્લી બજાર કરતા પણ સારા ભાવ ખેડૂતોને ટેકાના ભાવમાં મળી રહ્યા છે. ટેકાના ભાવ મણના 1,300થી પણ વધારે મળી રહ્યા છે અને ખેડૂતોએ આપેલી મગફળી વેચી હોય તેના નાણા પણ સમયસર ખાતામાં જમા થઈ જાય છે. 80 ટકાથી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી ધોરાજી તાલુકાના ખેડૂતોએ ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવે મગફળી વેચી છે અને હાલ 80 ટકાથી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે, તેને લઈને ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે અને જેટલા ખેડૂતોનો વારો આવે છે, તે ખેડૂતો પોતાની મગફળીની જણસી વાહનોમાં લઈને લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.રાજ્યમાં અત્યાર સુધી ટેકાના ભાવે ખરીદીના આંકડા તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી ટેકાના ભાવે ખરીદીના આંકડા સામે આવ્યા છે, તે મુજબ ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6,700 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. 2.89 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. 6700 કરોડમાંથી 5,117 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે સરકાર અને નાફેડ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોએ પણ મગફળીના વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાંબી કતારો લગાવી છે. મગફળીના સારા ભાવ મળવાના કારણે ખેડૂતો પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
ટેકાના ભાવ મણના 1,300થી પણ વધારે મળી રહ્યા છે
રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે અને તેનો સમયગાળો પણ હવે વધારવામાં આવ્યો છે. ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલી અતુલ મીલ કમ્પાઉન્ડમાં મગફળીની ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં, ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ સારો લાભ લીધો છે અને હાલ ખુલ્લી બજાર કરતા પણ સારા ભાવ ખેડૂતોને ટેકાના ભાવમાં મળી રહ્યા છે. ટેકાના ભાવ મણના 1,300થી પણ વધારે મળી રહ્યા છે અને ખેડૂતોએ આપેલી મગફળી વેચી હોય તેના નાણા પણ સમયસર ખાતામાં જમા થઈ જાય છે.
80 ટકાથી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી
ધોરાજી તાલુકાના ખેડૂતોએ ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવે મગફળી વેચી છે અને હાલ 80 ટકાથી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે, તેને લઈને ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે અને જેટલા ખેડૂતોનો વારો આવે છે, તે ખેડૂતો પોતાની મગફળીની જણસી વાહનોમાં લઈને લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી ટેકાના ભાવે ખરીદીના આંકડા
તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી ટેકાના ભાવે ખરીદીના આંકડા સામે આવ્યા છે, તે મુજબ ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6,700 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. 2.89 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. 6700 કરોડમાંથી 5,117 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે.