Rajkot: ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય, તંત્ર કુંભકર્ણની જેમ નિંદ્રામાં

ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, લિબર્ટી સિનેમા રોડ, શાકમાર્કેટ રોડ પર માત્ર ખાડારસ્તાઓથી વાહન ચાલકો, રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા ખાડાઓના કારણે થઈ રહ્યા છે અકસ્માત રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલુ જોવા મળી રહ્યું છે, ત્યારે ધોરાજીની સામાન્યા જનતાએ કયા પાપ કર્યા હશે કે તેમને આ વેદના, તકલીફ, મુશ્કેલીઓ સહન જ કરવી પડે છે. ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, લિબર્ટી સિનેમા રોડ, શાકમાર્કેટ રોડ જેવા અન્ય વિસ્તાર હોય જાણે ખાડાઓની નગરી કે ખાડા રાજ તરીકે લોકો બિરુદ આપી રહ્યા છે. ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચીયા રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય કે વાહન ચાલકો કે વેપારીઓ હોય કુદરતે તો તેનુ કામ તો કરી લીધુ અને વરસાદ વરસ્યો પણ ધોરાજી તંત્રએ ઈમાનદારી પૂર્વક કામ ન કર્યુ હોય તેવો ઘાટ સર્જાયો હોય તેમ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચીયા ભરેલા હોય તેથી વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે, વિદ્યાર્થીઓ વેપારીઓ વાહન ચાલકો રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ધોરાજીનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં તંત્રએ વરસાદ પડયા બાદ ખાડાઓને પુરવાનું કામ કરવાનું હોય છે, તે ખાડાઓ પુરવામાં આવતા નથી તેને કારણે લોકો ત્રાહિમામ જોવા મળે છે. ખાડાઓના કારણે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે, વાહન વ્યવહારમાં પણ લોકો ભારે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે પણ ધોરાજીનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુતુ હોય તેમ લાગી રહ્યુ છે. લોકોની તકલીફ અને મુશ્કેલીઓ તંત્ર જોઈ ના રહ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે ધોરાજી કે બહાર ગામથી આવતા જતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે અને ધોરાજીને ખાડા રાજ અને ખાડાઓની નગરીની ઉપમા આપી રહ્યા છે અને ધોરાજી તંત્રને રજુઆત કરી રહ્યા છે કે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ હાથ ધરેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓની હાલત તમામ જગ્યાએ એક સરખી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે અને રસ્તાઓ તુટી ગયા છે, ત્યારે તે રસ્તાઓ પરથી પસાર થવુ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. 

Rajkot: ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય, તંત્ર કુંભકર્ણની જેમ નિંદ્રામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, લિબર્ટી સિનેમા રોડ, શાકમાર્કેટ રોડ પર માત્ર ખાડા
  • રસ્તાઓથી વાહન ચાલકો, રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા
  • ખાડાઓના કારણે થઈ રહ્યા છે અકસ્માત

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલુ જોવા મળી રહ્યું છે, ત્યારે ધોરાજીની સામાન્યા જનતાએ કયા પાપ કર્યા હશે કે તેમને આ વેદના, તકલીફ, મુશ્કેલીઓ સહન જ કરવી પડે છે. ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, લિબર્ટી સિનેમા રોડ, શાકમાર્કેટ રોડ જેવા અન્ય વિસ્તાર હોય જાણે ખાડાઓની નગરી કે ખાડા રાજ તરીકે લોકો બિરુદ આપી રહ્યા છે.

ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચીયા

રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય કે વાહન ચાલકો કે વેપારીઓ હોય કુદરતે તો તેનુ કામ તો કરી લીધુ અને વરસાદ વરસ્યો પણ ધોરાજી તંત્રએ ઈમાનદારી પૂર્વક કામ ન કર્યુ હોય તેવો ઘાટ સર્જાયો હોય તેમ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચીયા ભરેલા હોય તેથી વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે, વિદ્યાર્થીઓ વેપારીઓ વાહન ચાલકો રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ધોરાજીનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

તંત્રએ વરસાદ પડયા બાદ ખાડાઓને પુરવાનું કામ કરવાનું હોય છે, તે ખાડાઓ પુરવામાં આવતા નથી તેને કારણે લોકો ત્રાહિમામ જોવા મળે છે. ખાડાઓના કારણે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે, વાહન વ્યવહારમાં પણ લોકો ભારે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે પણ ધોરાજીનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુતુ હોય તેમ લાગી રહ્યુ છે. લોકોની તકલીફ અને મુશ્કેલીઓ તંત્ર જોઈ ના રહ્યુ હોય તેવુ લાગી રહ્યું છે.

ત્યારે ધોરાજી કે બહાર ગામથી આવતા જતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે અને ધોરાજીને ખાડા રાજ અને ખાડાઓની નગરીની ઉપમા આપી રહ્યા છે અને ધોરાજી તંત્રને રજુઆત કરી રહ્યા છે કે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ હાથ ધરેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓની હાલત તમામ જગ્યાએ એક સરખી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે અને રસ્તાઓ તુટી ગયા છે, ત્યારે તે રસ્તાઓ પરથી પસાર થવુ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે.