Rajkot જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે પર લેટરમાં કરાયા ગંભીર આક્ષેપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌરાષ્ટ્રમાં ફરી એક વખત લેટર બોમ્બ વાયરલ થયો છે અને વધુ એક ભાજપના નેતાનો લેટર વાયરલ થયો છે. લેટરમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી પર આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર વાયરલ થયો છે, જેને લઈ ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.
લેટરમાં ભરત બોઘરાનું રાજકારણ પતાવી દીધા હોવાનો પણ ઉલ્લેખ
ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારી અને હોદ્દાનો દૂર ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ લેટરમાં કરવામાં આવ્યો છે. લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં સાત આંકડાનો વહીવટ કર્યો હોવાનો આક્ષેપ પણ લેટરમાં કરવામાં આવ્યો છે. ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયા પણ સહકાર આપતા હોવાનો આક્ષેપ લેટરમાં કરવામાં આવ્યો છે. ધવલ દવેના મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ શોભે નહીં તેવા સંબંધો કેળવવાનો આક્ષેપ કરાયો છે.
ધવલ દવેએ ઘણા લોકોને મહામંત્રી બનાવવાની પણ લાલચ આપી હોવાનો પણ આક્ષેપ લેટરમાં કરવામાં આવ્યો છે. આ સાથે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેં રત્નાકર જીના કહેવાથી ભરત બોઘરાનું પણ રાજકરણ પતાવી દીધું છે. આ લેટર 25 વર્ષ જૂના કાર્યકર્તાઓનું વિશાળ જૂથના નામે વાયરલ થયો છે.
અગાઉ અમરેલીમાં લેટરકાંડ સામે આવ્યો હતો
તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ જ અમરેલીમાં લેટરકાંડ સામે આવ્યો હતો અને આ લેટરકાંડને લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. અમરેલીમાં લેટર કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ આ મામલે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ફરજમાં બેદરકારી બદલ SPએ 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા. હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાને SPએ સસ્પેન્ડ કર્યા હતા.
અમરેલી બંધનું એલાન કરવામાં આવ્યું હતું
રાજ્યમાં નકલી લેટરકાંડ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે લેટરકાંડને લઈને અમેરલી બંધનું કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા હતા અને ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ એક દિવસના ઉપવાસ પછી અમરેલી બંધનું એલાન આપ્યું હતું. પાયલ ગોટીને ન્યાય અપાવવા અમરેલીમાં લોકોને સ્વૈચ્છીક બંધ પાળવા માટે કોંગ્રેસે દ્વારા અપીલ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યા સુધી અમરેલીના બજારો બંધ રહ્યા હતા.
What's Your Reaction?






