Rajkot : કાળ બનીને આવેલી ટ્રક નીચે બાઇક ચગદાયું, ચાલકે હવામાં લગાવી એવી છલાંગ કે મોતના મુખમાંથી પાછો આવ્યો

Jun 10, 2026 - 08:30
Rajkot : કાળ બનીને આવેલી ટ્રક નીચે બાઇક ચગદાયું, ચાલકે હવામાં લગાવી એવી છલાંગ કે મોતના મુખમાંથી પાછો આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કહેવાય છે કે આયુષ્ય લાંબુ હોય તો કાળ પણ તમારો વાળ વાંકો કરી શકતો નથી. આવી જ એક હૃદયધબકાવતી અને ચમત્કારિક ઘટના રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પરથી સામે આવી છે. હાઇવે પર ખોડિયાર હોટેલ નજીક એક પ્રચંડ ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આખેઆખું ટ્રકના તોતિંગ વ્હીલ નીચે આવી ગયું હતું. પરંતુ, બાઇક સવાર યુવકની સમયસૂચકતા અને અદભુત ચાલાકીના કારણે તેનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટના હાઇવે પરથી પસાર થતા લોકોની નજરે ચડતા થોડીવાર માટે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

ટ્રકે મોટરસાયકલને અડફેટે લીધી

મળતી વિગતો મુજબ, રાજકોટ-ગોંડલ હાઇવે પર ભારે ટ્રાફિક વચ્ચે એક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માતની બરાબર એ જ સેકન્ડે બાઇક ચાલક સમજી ગયો હતો કે જો તે બાઇક પર રહેશે તો કચડાઈ જશે.

ચાલુ બાઇકે હવામાં જોરદાર કૂદકો લગાવી દીધો

તેણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ચાલુ બાઇકે હવામાં જોરદાર કૂદકો લગાવી દીધો હતો અને રોડની સાઇડમાં જઈ પડ્યો હતો. બીજી જ સેકન્ડે બેકાબૂ ટ્રક આખા ટુ-વ્હીલર પર ફરી વળી હતી. બાઇકનો કુરચો બોલી ગયો હતો, પરંતુ યુવકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. વાહનોની લાંબી કતારો લાગી ગઈ

આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે કોઈ મોટા ચમત્કારથી ઓછી નથી. જોકે, હાઇવે પર બનેલી આ ગંભીર ઘટનાને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રક નીચે ફસાયેલા બાઇકને બહાર કઢાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતનો વીડિયો અને વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો બાઇક સવારની સ્માર્ટનેસના વખાણ કરી રહ્યા છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0