Rajkot: આર્થિક ભીંસથી કંટાળેલા શિક્ષકે ઝેરી દવા પીને કર્યો આપઘાત

Feb 15, 2025 - 20:30
Rajkot: આર્થિક ભીંસથી કંટાળેલા શિક્ષકે ઝેરી દવા પીને કર્યો આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા રતનપર સ્થિત રામજી મંદિરના બગીચામાં શિક્ષકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આર્થિક ભીંસથી કંટાળેલા શિક્ષકે ઝેરી દવા પી મિત્રને ફોન કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવલ સિલ્વર આઈકૉનમાં રહેતા અને સામા કાંઠે માસૂમ વિદ્યાલયમાં ધોરણ 8, 9 અને 10માં વિજ્ઞાનનો વિષય ભણાવતા શિક્ષક રજ્નીકાંત કાલરીયા (ઉ.વ.56)એ ગઈકાલે બપોરે મોરબી રોડ આવેલ રતનપર ગામના રામજી મંદિરના બગીચામાં ઝેરી દવા પી લીધી હતી. ખુદ રજ્નીકાંતએ બાંધકામ વ્યવસાયમાં પોતાના ભાગીદાર કાંતિ પટેલને ફોન કરી પોતે ઝેરી દવા પીધી હોવાની જાણ કરી હતી. જેથી કાંતિભાઈ તાત્કાલિક રામજી મંદિરે પહોંચ્યા હતા અને રજ્નીકાંતને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નિપજ્યું હતુ. બીજી તરફ આ બાબતની જાણ થતાં મૃતક રજ્નીકાંતના પત્ની જાગૃતિબેન અને પુત્ર પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જેમણે રજ્નીકાંત કાલરીયાએ આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું છે.

પ્રાથમિક તપાસમાં મૂળ મોરબીના બગસરાના વતની રજ્નીકાંતભાઈ બે ભાઈમાં મોટા હતા. જ્યારે તેમનો પુત્ર 12માં ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે પુત્રના લગ્ન થઈ ચૂક્યા છે. ગઈકાલે રજ્નીકાંત કાલરીયા નિત્યક્રમ મુજબ સવારે 10 કલાકે ઘરેથી નીકળ્યા હતા. જો કે રાબેતા મુજબ ઘરેથી મિત્ર કાંતિભાઈની સાઈટ અને ત્યાંથી બપોરે નોકરી માટે શાળાએ જવાની જગ્યાએ સીધા રામજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં જઈને તેઓએ અંતિમ પગલું ભરી લીધુ હતુ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0