Rajkot: આજી-ન્યારી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું પાણી, 10 નવેમ્બર પછી ગમે ત્યારે આવી શકે છે પાણીકાપ!

Oct 21, 2026 - 10:30
Rajkot: આજી-ન્યારી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું પાણી, 10 નવેમ્બર પછી ગમે ત્યારે આવી શકે છે પાણીકાપ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટવાસીઓ માટે આગામી દિવાળીના તહેવારો ટાણે જ મોટા જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરની જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે અને વર્તમાન સ્થિતિએ શહેરમાં માત્ર 20 દિવસ સુધી જ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે. એટલે કે આગામી 10 નવેમ્બર સુધી જ રાજકોટને નિયમિત પાણી મળી શકે તેવી નાજુક સ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા 24 દિવસથી સૌની યોજના મારફતે ડેમમાં ઠાલવવામાં આવતું નર્મદાનું પાણી સદંતર બંધ છે. જો તાત્કાલિક ધોરણે નર્મદા નીર શરૂ કરવામાં નહીં આવે, તો દિવાળી પૂર્ણ થતાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આકરો પાણીકાપ ઝીંકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

આજી અને ન્યારી ડેમમાં તળિયા દેખાવાની સ્થિતિ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે લાખો લિટર પાણીનું વિતરણ આજી અને ન્યારી ડેમ મારફતે કરવામાં આવે છે.હાલ બંને મુખ્ય ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી ગયું છે અને ઉપલબ્ધ સ્ટોક માત્ર 20 દિવસ (આશરે 10 નવેમ્બર સુધી) જ ચાલે તેમ છે.તહેવારોની મોસમમાં ઘરોમાં સાફ-સફાઈ અને ઉજવણીના કારણે પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં વધી જતો હોય છે, જેના લીધે જથ્થો અપેક્ષા કરતાં વહેલો ખાલી થવાનું જોખમ છે.

24 દિવસથી સૌની યોજના બંધ

રાજકોટના ડેમોનું લેવલ જાળવી રાખવા માટે સૌની યોજના મારફતે નર્મદા કેનાલમાંથી પાણી મેળવવામાં આવે છે.જોકે, છેલ્લા ૨૪ દિવસથી અગમ્ય કારણોસર સૌની યોજનાનું પાણી ડેમમાં ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.જો રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા તાકીદે નર્મદાનું પાણી આજી-ન્યારી ડેમમાં છોડવામાં નહીં આવે, તો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પાણી વિતરણના કલાકો ઘટાડવા કે એકાંતરા દિવસનો કાપ મૂકવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં.દિવાળી બાદ પાણીકાપ ઝીંકાય તો નવાઈ નહીં

મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.સ્થાનિક તંત્ર દ્વારા સરકારને વહેલી તકે સૌની યોજનાનું પાણી ફરી શરૂ કરવા પત્રવ્યવહાર કરવામાં આવી રહ્યો છે.જો સમયસર પાણી નહીં મળે તો શહેરીજનોએ તહેવારો પછી પાણીની ગંભીર અછત અને અનિયમિત વિતરણનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો: Surat: જેલ છે કે મોબાઈલ માર્કેટ? લાજપોર જેલમાં પાણીની પાઇપલાઇનમાંથી મળ્યા ફોન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0