Rajkot TRP Gamezone: આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, રાજ્ય સરકાર આપશે કોર્ટમાં જવાબ

રાજકોટ પોલીસ કમિશનર કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરશે રાજકોટમાં અગ્નિકાંડ મુદે ગુજરાત હાઇકોર્ટ કરી શકે છે નિર્દેશ જાહેર તમામ મનપા કમિશનરના એફિડેવિટ પર થશે સુનાવણી રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. રાજ્ય સરકાર તપાસ મુદ્દે કોર્ટમાં જવાબ આપશે. રાજકોટ પોલીસ કમિશનર કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરશે. આ સાથે અગ્નિકાંડ મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટ નિર્દેશ જાહેર કરી શકે છે. ગત મુદતમાં સરકાર મનપા અને પોલીસ કમિશ્નર સામે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે સરકાર, મનપા, CP સામે HCએ નારાજગી વ્યક્ત કરી હતી. રાજકોટ TRP ગેમઝોનના જમીન માલિકને કોર્ટમાં રજૂ કરાશે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં પકડાયેલા જમીન માલિકના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે. જમીનનો માલિક અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર છે તો સાથે જ TRP ગેમઝોનના સંચાલકો 10 જૂન સુધી રિમાન્ડ પર છે. પૂર્વ TPO સહિત ચાર 12 જૂન સુધીના રિમાન્ડ પર છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો રાજકોટનું ટીઆરપી ગેમઝોનમાં ફાયર NOC, BU, ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો થઈ ચૂક્યો છે. HCમાં તત્કાલીન મ્યુનિ. કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આગ લાગવા છતા પોલીસ લાયસન્સ પર ધમધમતું હતું. ગયા વર્ષે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની નોટિસ અપાઈ હતી. પરંતુ નોટિસ છતા 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી. આખરે આગ લાગતા 28 નિર્દોષના અગ્રિકાંડમાં ભોગ લેવાયો હતો. 

Rajkot TRP Gamezone: આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, રાજ્ય સરકાર આપશે કોર્ટમાં જવાબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ પોલીસ કમિશનર કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરશે
  • રાજકોટમાં અગ્નિકાંડ મુદે ગુજરાત હાઇકોર્ટ કરી શકે છે નિર્દેશ જાહેર
  • તમામ મનપા કમિશનરના એફિડેવિટ પર થશે સુનાવણી

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. રાજ્ય સરકાર તપાસ મુદ્દે કોર્ટમાં જવાબ આપશે. રાજકોટ પોલીસ કમિશનર કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરશે. આ સાથે અગ્નિકાંડ મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટ નિર્દેશ જાહેર કરી શકે છે. ગત મુદતમાં સરકાર મનપા અને પોલીસ કમિશ્નર સામે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે સરકાર, મનપા, CP સામે HCએ નારાજગી વ્યક્ત કરી હતી.

રાજકોટ TRP ગેમઝોનના જમીન માલિકને કોર્ટમાં રજૂ કરાશે

ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં પકડાયેલા જમીન માલિકના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે. જમીનનો માલિક અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર છે તો સાથે જ TRP ગેમઝોનના સંચાલકો 10 જૂન સુધી રિમાન્ડ પર છે. પૂર્વ TPO સહિત ચાર 12 જૂન સુધીના રિમાન્ડ પર છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો

રાજકોટનું ટીઆરપી ગેમઝોનમાં ફાયર NOC, BU, ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો થઈ ચૂક્યો છે. HCમાં તત્કાલીન મ્યુનિ. કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આગ લાગવા છતા પોલીસ લાયસન્સ પર ધમધમતું હતું. ગયા વર્ષે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની નોટિસ અપાઈ હતી. પરંતુ નોટિસ છતા 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી. આખરે આગ લાગતા 28 નિર્દોષના અગ્રિકાંડમાં ભોગ લેવાયો હતો.