Rajkot: RMC ની મેગા ડ્રાઇવ, સુપ્રસિદ્ધ ‘બાલાજી થાળ’ માં 150 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 10,000નો દંડ કરાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વાદના શોખીન ગણાતા રાજકોટિયનો અવારનવાર વીકએન્ડમાં મોટી હોટેલો અને પ્રખ્યાત થાળી પીરસતા ડાઇનિંગ હોલમાં હોંશે-હોંશે જમવા જતા હોય છે, પરંતુ આ રેસ્ટોરન્ટ્સના રસોડાની અંદર ગ્રાહકોના સ્વાસ્થ્યને કેટલું જોખમ છે તેનો પુરાવો RMC ના દરોડામાં સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ભેળસેળયુક્ત અને વાસી ખોરાક વેચતા વેપારીઓ સામે સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે સતત બીજા દિવસે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી હોટેલ ‘બાલાજી થાળ’ માં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
લોટમાં ધનેડા અને વાસી સામગ્રી
આરોગ્ય વિભાગની ટીમ જ્યારે બાલાજી થાળના કિચન અને સ્ટોર રૂમમાં તપાસ માટે પ્રવેશી ત્યારે ત્યાં લોટના કન્ટેનરમાં લાઈવ જીવજંતુઓ રખડતા જોવા મળ્યા હતા. રોટલી અને પુરી બનાવવા માટે વપરાતા ઘઉં તેમજ મેંદાના લોટમાં મોટી સંખ્યામાં ધનેડા (ઇયળ/જીવજંતુ) મળી આવ્યા હતા. એટલું જ નહીં, ગ્રાહકોને પીરસવામાં આવતી ચટણીઓ પણ વાસી અને દુર્ગંધ મારતી હતી તથા સ્વીટ અને અન્ય વાનગીઓમાં વપરાતો ગોળ પણ સંપૂર્ણપણે બગડેલો અને કેમિકલયુક્ત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.
કોર્પોરેશનની કડક દંડાત્મક કાર્યવાહી
આરોગ્ય અધિકારીઓએ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા આશરે 150 કિલોથી વધુના અખાદ્ય જથ્થાને જપ્ત કરીને ઘટનાસ્થળે જ ફિનાઇલ નાખી નાશ કર્યો હતો. ગ્રાહકોના જીવને જોખમમાં મૂકવા બદલ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSAI) ના નિયમોના ભંગ બદલ બાલાજી થાળના સંચાલકોને આકરી નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે જ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે 10,000 નો વહીવટી દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશનરની કડક સૂચના બાદ ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આવી બ્રાન્ડેડ હોટેલોમાં ચેકિંગ ચાલુ રહેશે અને જો સુધારો નહીં થાય તો રેસ્ટોરન્ટ સીલ કરવાની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો: Ahmedabad: વટવા બીબી તળાવ પાસે વોટર લાઇન લીકેજ, વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ પરેશાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

