Rajkot Rain: શહેરમાં જળબંબાકારની સ્થિતિ, લોકોને JCBથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા
આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા રામનાથપરામાં આવેલું મંદિર પણ પાણીમાં ગરકાવ અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે રાજકોટ રામનાથપરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેમાં આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા છે. તેમાં રામનાથપરામાં આવેલુ મંદિર પણ પાણીમાં ગરકાવ થયુ છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અનેક લોકોને JCBથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આજી નદીનો પાળો તૂટી જતા રામનાથપરા જળબંબાકાર થયુ છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જેમાં રામનાથપરામાં 25 થી 30 લોકો ફસાયેલા છે. જેમાં પોલીસ દ્વારા દોરડા વડે લોકોને બહાર કઢાઇ રહ્યા છે. રાજકોટમાં અંડરબ્રીજમાં પાણી ભરાયા છે. રેલનગર અંડરબ્રીજમાં ભરાયા 12 ફૂટ પાણી છે. જેમાં રેલનગર અંડરબ્રીજ સ્વિમિંગ પુલ બન્યો છે. પોપટ પરા અને રેલ નગર તરફનો બ્રિજ બંધ છે. રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ થતા ગોંડલ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. તેમાં રાજકોટમાં માલવયા ફાટક પાસે પાણી ભરાયા છે જેમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આખી સીઝનનો કુલ વરસાદ 43 ઈંચ વરસાદ નોંધાયો રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજકોટથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં રામનાથપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પાણીમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસે ખભા ઉપર બેસાડી લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદ બાદ શફુરા નદી ઓવફલો થઇ છે. જેમાં શફુરા નદીનો કોઝવે પાણીમા ગરકાવ થયો છે. તેમાં પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ બંધ છે. તેમાં મોડીરાતથી સવાર સુધી ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. સીઝનનો કુલ 43 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોરાજી શહેરમા મોડી રાત્રીથી સવાર સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આખી સીઝનનો કુલ વરસાદ 43 ઈંચ વરસાદ નોંધાયો છે.લોકોના ઘરોમાં વરસાદી પાણી આવી ગયા રાજકોટમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી આવી ગયા છે. જેમાં ગાયકવાડ પ્લોટ પાસે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. તેમજ દૂધસાગર રોડ, હાઉસિંગ બોર્ડ ઘરોમાં પાણી આવ્યા છે તેમજ માધાપર ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા
- રામનાથપરામાં આવેલું મંદિર પણ પાણીમાં ગરકાવ
- અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે
રાજકોટ રામનાથપરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેમાં આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા છે. તેમાં રામનાથપરામાં આવેલુ મંદિર પણ પાણીમાં ગરકાવ થયુ છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અનેક લોકોને JCBથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આજી નદીનો પાળો તૂટી જતા રામનાથપરા જળબંબાકાર થયુ છે.
લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે
લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જેમાં રામનાથપરામાં 25 થી 30 લોકો ફસાયેલા છે. જેમાં પોલીસ દ્વારા દોરડા વડે લોકોને બહાર કઢાઇ રહ્યા છે. રાજકોટમાં અંડરબ્રીજમાં પાણી ભરાયા છે. રેલનગર અંડરબ્રીજમાં ભરાયા 12 ફૂટ પાણી છે. જેમાં રેલનગર અંડરબ્રીજ સ્વિમિંગ પુલ બન્યો છે. પોપટ પરા અને રેલ નગર તરફનો બ્રિજ બંધ છે. રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ થતા ગોંડલ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. તેમાં રાજકોટમાં માલવયા ફાટક પાસે પાણી ભરાયા છે જેમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
આખી સીઝનનો કુલ વરસાદ 43 ઈંચ વરસાદ નોંધાયો
રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજકોટથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં રામનાથપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પાણીમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસે ખભા ઉપર બેસાડી લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદ બાદ શફુરા નદી ઓવફલો થઇ છે. જેમાં શફુરા નદીનો કોઝવે પાણીમા ગરકાવ થયો છે. તેમાં પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ બંધ છે. તેમાં મોડીરાતથી સવાર સુધી ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. સીઝનનો કુલ 43 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોરાજી શહેરમા મોડી રાત્રીથી સવાર સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આખી સીઝનનો કુલ વરસાદ 43 ઈંચ વરસાદ નોંધાયો છે.
લોકોના ઘરોમાં વરસાદી પાણી આવી ગયા
રાજકોટમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી આવી ગયા છે. જેમાં ગાયકવાડ પ્લોટ પાસે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. તેમજ દૂધસાગર રોડ, હાઉસિંગ બોર્ડ ઘરોમાં પાણી આવ્યા છે તેમજ માધાપર ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.