Surendranagar : ઝાલાવાડમાં પાંચ સ્થળે દરોડા, રૂ.બે લાખથી વધુનો વિદેશી દારૂ પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડાના કોરડા, ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન, સાયલા બસ સ્ટેશન પાસે, સુરેન્દ્રનગર અને થાનમાં પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં 5 શખ્સો રૂ.2,04,110ના દારૂ સાથે પકડાયા હતા.એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચૂડાના કોરડા ગામે દારૂની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મનસુખ ધનજીભાઈ સાકરીયા તેની વાડીમાંથી વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ દારૂ તેના પુત્ર વિપુલ ઉર્ફે હપો વેચાણ અર્થે લાવ્યો હોવાનું ખુલ્યુ હતુ. આથી પોલીસે 256 બોટલ કિંમત રૂ. 1,68,192ના મુદ્દામાલ સાથે મનસુખ સાકરીયાની ધરપકડ કરી પિતા-પુત્ર બન્ને સામે ચૂડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જયારે થાન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બોડીધારમાં રહેતો ફારૂક અલ્લારખાભાઈ ભટ્ટી તેના ઘરે દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઘરના કબાટમાંથી વિદેશી દારૂની 132 બોટલ, કિંમત રૂપીયા 29,796ના મુદ્દામાલ સાથે ફારૂક ભટ્ટી ઝડપાયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર રેલવે પોલીસના ધ્રાંગધ્રા ઓપીની ટીમ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બરેલીથી ભુજ તરફ જતી ટ્રેન પ્લેટફોર્મ નં. 3 પર આવી હતી. જેમાંથી એક વ્યક્તિ વજનદાર થેલા સાથે ઉતરતા શંકા જતા તેની તપાસ કરાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના ધોળીધારમાં રહેતો અનીલ બચુભાઈ વીરમગામીયા વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂ. 1522 સાથે ઝડપાયો હતો. આ શખ્સ સામે સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉ5રાંત સાયલા પોલીસની ટીમને બસ સ્ટેશન પાસે ઉભેલા શખ્સ પાસે થેલીમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા આ શખ્સને ઝડપી લેવાયો હતો. જેમાં મોરબીમાં રહેતા જાવેદ ઈસ્માઈલભાઈ સઈચાને બીયરના 36 ટીન કિંમત રૂ.4500 સાથે પકડી પાડી ગુનો દાખલ કરાયો છે. અને એ ડીવીઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વડનગર કેનાલ પાસે એક શખ્સ શંકાસ્પદ લાગતા તપાસ કરાઈ હતી. જેમાં શહેરની શારદાવિજય સોસાયટીમાં રહેતા મનન ઉમેશભાઈ રાઠોડ તેની પાસેથી દારૂનું એક ચપલુ કિંમત મળી આવ્યુ હતુ. આ શખ્સ સામે પ્રોહીબીશન મુજબ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડાના કોરડા, ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન, સાયલા બસ સ્ટેશન પાસે, સુરેન્દ્રનગર અને થાનમાં પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં 5 શખ્સો રૂ.2,04,110ના દારૂ સાથે પકડાયા હતા.
એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચૂડાના કોરડા ગામે દારૂની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મનસુખ ધનજીભાઈ સાકરીયા તેની વાડીમાંથી વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ દારૂ તેના પુત્ર વિપુલ ઉર્ફે હપો વેચાણ અર્થે લાવ્યો હોવાનું ખુલ્યુ હતુ. આથી પોલીસે 256 બોટલ કિંમત રૂ. 1,68,192ના મુદ્દામાલ સાથે મનસુખ સાકરીયાની ધરપકડ કરી પિતા-પુત્ર બન્ને સામે ચૂડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જયારે થાન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બોડીધારમાં રહેતો ફારૂક અલ્લારખાભાઈ ભટ્ટી તેના ઘરે દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઘરના કબાટમાંથી વિદેશી દારૂની 132 બોટલ, કિંમત રૂપીયા 29,796ના મુદ્દામાલ સાથે ફારૂક ભટ્ટી ઝડપાયો હતો.
બીજી તરફ સુરેન્દ્રનગર રેલવે પોલીસના ધ્રાંગધ્રા ઓપીની ટીમ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બરેલીથી ભુજ તરફ જતી ટ્રેન પ્લેટફોર્મ નં. 3 પર આવી હતી. જેમાંથી એક વ્યક્તિ વજનદાર થેલા સાથે ઉતરતા શંકા જતા તેની તપાસ કરાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના ધોળીધારમાં રહેતો અનીલ બચુભાઈ વીરમગામીયા વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂ. 1522 સાથે ઝડપાયો હતો. આ શખ્સ સામે સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉ5રાંત સાયલા પોલીસની ટીમને બસ સ્ટેશન પાસે ઉભેલા શખ્સ પાસે થેલીમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા આ શખ્સને ઝડપી લેવાયો હતો. જેમાં મોરબીમાં રહેતા જાવેદ ઈસ્માઈલભાઈ સઈચાને બીયરના 36 ટીન કિંમત રૂ.4500 સાથે પકડી પાડી ગુનો દાખલ કરાયો છે. અને એ ડીવીઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વડનગર કેનાલ પાસે એક શખ્સ શંકાસ્પદ લાગતા તપાસ કરાઈ હતી. જેમાં શહેરની શારદાવિજય સોસાયટીમાં રહેતા મનન ઉમેશભાઈ રાઠોડ તેની પાસેથી દારૂનું એક ચપલુ કિંમત મળી આવ્યુ હતુ. આ શખ્સ સામે પ્રોહીબીશન મુજબ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.