Rajkot News: વેપારીઓ UPIથી દૂર થવા માંડ્યા, ચેક અથવા રોકડથી વ્યવહાર ચાલુ થયો

Sep 21, 2026 - 10:00
Rajkot News: વેપારીઓ UPIથી દૂર થવા માંડ્યા, ચેક અથવા રોકડથી વ્યવહાર ચાલુ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે આગામી 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ વાપરવું મોંઘું બનવા જઈ રહ્યું છે.નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નવા નિયમો અનુસાર,2 હજારથી વધુ રકમના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા સુધીનો ટેક્સ વસૂલવામાં આવશે.આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓ ફરી રોકડ તરફ વળી જાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વેપારીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટને લઈને માત્ર રોકડ રૂપિયા સ્વીકારવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિ રાજ્યના અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે. 

સ્થાનિક વેપારીઓમાં ભારે અસંતોષ

ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ રાજકોટના નાના મોટા વેપારીઓ માંડમાંડ ઓનલાઇન અને UPI પેમેન્ટ સ્વીકારતા થયા હતા.પરંતુ તાજેતરમાં UPI વડે થતા નાણાકીય વ્યવહારો મોંઘા બનવાના અહેવાલો અને સેવાઓ પર વધારાના ચાર્જ લાગવાની શક્યતાઓને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.વધારાના આર્થિક બોજથી બચવા માટે રાજકોટના વેપારીઓ હવે ગ્રાહકો પાસેથી QR કોડ કે UPIના બદલે ફરી રોકડ નાણાં સ્વીકારવાનો આગ્રહ રાખી રહ્યા છે.આ સ્થિતિ માત્ર રાજકોટ પૂરતી જ નહીં પણ અન્ય શહેરોમાં પણ જોવા મળી છે. સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા હવે યુપીઆઈની જગ્યાએ ચેકથી પેમેન્ટ સ્વીકારવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.  

વેપારીઓ પણ યુપીઆઈથી દૂર થવા માંડ્યા

રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનો, ડેરીઓ, શાકભાજીના વેપારીઓ અને પાનના ગલ્લાઓ પર હવે "અહીં ઓનલાઇન પેમેન્ટ બંધ છે અથવા માત્ર રોકડ સ્વીકારવામાં આવશે તેવા લેબલ ચિપકાવી દેવાયેલા જોવા મળી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે નાના નાના માર્જિનમાં વેપાર કરતા લોકો માટે UPI ચાર્જ ચૂકવવો પરવડે તેમ નથી.છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી ચૂકવેલા ગ્રાહકો માટે વેપારીઓના આ નિર્ણયથી ફરી એકવાર ખિસ્સામાં રોકડ રકમ લઈને ફરવાની નોબત આવી શકે તેમ છે. દેશમાં યુવા વર્ગ અને સામાન્ય નાગરિકો કેશ રાખવાને બદલે યુપીઆઈનો ઉપયોગ કરવા માંડ્યા છે. નાનામાં નાની રકમ પણ યુપીઆઈથી ચૂકવાઈ રહી છે. પરંતુ હવે યુપીઆઈ પર ચાર્જ લાગવાથી વેપારીઓ પણ યુપીઆઈથી દૂર થવા માંડ્યા છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: મનપાની ચૂંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે, ભાજપ દ્વારા 44 બેઠકો માટે સેન્સ લેવાશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0