Rajkot News : રાજકોટમાં સગીર આરોપીની તાલિબાની સજાનો કેસ, પોતાની જાતને મહાન સમજનાર 2 પોલીસ કોન્સ્ટેબલની કરાઈ બદલી

Oct 6, 2025 - 10:00
Rajkot News : રાજકોટમાં સગીર આરોપીની તાલિબાની સજાનો કેસ, પોતાની જાતને મહાન સમજનાર 2 પોલીસ કોન્સ્ટેબલની કરાઈ બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં હેરસ્ટાઇલ કરીને આવેલ સગીરને માર મારવાનો આદેશ ACPએ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તને મારવો જ પડશે તેવું પોલીસે કહ્યું અને ફરિયાદમાં ACP, PI, PSI સહિત કોન્સ્ટેબલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રાથમિક તપાસમાં પોલીસ કમિશનરે બે કોન્સ્ટેબલની બદલી કરી દીધી છે, પ્રદિપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં પોલીસ સામે કાળી લીટી લાગે તેવો બનાવ બન્યો હતો

ગાંધીગ્રામ પોલીસ મથકમાં સફાઈ કામદારે બાળ આરોપીના માથામાંથી વાળ ખેંચી અમાનુષી સજા કરતો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે પોલીસ કમીશનરે તપાસના આદેશ કર્યા હતા અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે કોન્સટેબલની તત્કાલ બદલીનો હુકમ કર્યો હતો. તેમજ વાળ ખેંચનાર સફાઈ કામદાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી બનાવમાં તપાસ કરનાર એસીપીએ જણાવ્યુ હતુ કે તપાસ બાદ બનાવમાં સામેલ સામે આકરા પગલા લેવાશે.

ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી ચાર બાળ આરોપી સહીત પાંચની ધરપકડ કરી હતી

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બ્રહ્મસમાજ ચોકમાં મજાક કરવાના મામલે ઝઘડો થતા યુવકને છરીના ઘા ઝીંકવાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી ચાર બાળ આરોપી સહીત પાંચની ધરપકડ કરી હતી. જે બનાવમાં પોલીસ મથકમાં બાળ આરોપીને વાળ ખેંચી અમાનુષી સજા કરતો સફાઈ કામદારનો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયોમાં પોલીસ મથકનો સફાઈ કામદાર શૈલેષ બાંકડા પર બેસી અને બાળ આરોપીને નીચે બેસાડી તેના માથામાંથી વાળ ખેંચી બાજુમા રાખેલ ડસ્બીનમાં નાખતો હતો તેમજ મુળમાંથી વાળ ખેંચતી વેળાએ બાળ આરોપી મને છોડી ધ્યો કહી બે હાથ જોડી આજીજી કરી રહ્યો હોય અને કહેતો હતો કે વાળ કાપવા હોય તો કાતરથી કાપી નાખો. બનાવની તપાસ એસીપી ભારાઈને સોપવામાં આવી હતી

જેમા વિડીયો ઉતારનાર કહે છે કે આગળથી સરખા નથી થયા આગળ ખેંચ જેથી સફાઈ કામદારે જોરશોરથી વાળ ખેંચતો હાવાનું બહાર આવ્યુ હતુ. બનાવમાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ તપાસના આદેશ કર્યા હતા તેમજ વીડિયો ઉતારનાર ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સટેબલ પ્રદિપ ડાંગરને હેડકવાર્ટર અને તેની સાથે રહેલા સહદેવસિંહ જાડેજાને ટ્રાફીક શાખામાં તત્કાલ બદલી કરવામાં આવી હતી. તેમજ બાળ આરોપીના પરીવારને ફરીયાદ નોધવા બોલાવ્યા છે. દરમ્યાન બનાવની તપાસ એસીપી ભારાઈને સોપવામાં આવી હતી. અનુમાષી કૃત્યના બનાવમાં પોલીસ અધીકારી કે કર્મચારી સામેલ હોવાનુ બહાર આવશે તો તેની સામે તપાસ બાદ આકરા પગલા લેવામાં આવશે તેમ એસીપીએ જણાવ્યુ હતુ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0