Rajkot News: પોલીસે ગેરકાયદે હથિયારોની હેરાફેરીમાં 9 દિવસમાં 20 આરોપીઓને ઝડપ્યા

Jul 21, 2026 - 17:30
Rajkot News: પોલીસે ગેરકાયદે હથિયારોની હેરાફેરીમાં 9 દિવસમાં 20 આરોપીઓને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરીને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં સઘન ઝુંબેશ ચલાવીને આ નેટવર્ક સાથે જોડાયેલા કુલ 20 આરોપીઓની ધરપકડ કરી છે.આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 38 જેટલા ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની આ કામગીરીને કારણએ ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

15 હજાર રૂપિયામાં ગેરકાયદેસર હથિયારો ખરીદતો

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આખી ગેરકાયદેસર સિન્ડિકેટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી સકીલ સાદીક મન્સુરી નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. એમપી.ના ધાર ગામની કુખ્યાત ચીખલીઘર ગેંગ પાસેથી સકીલ માત્ર 10 થી 15 હજાર રૂપિયામાં ગેરકાયદેસર હથિયારો ખરીદીને લાવતો હતો.ત્યારબાદ તે આ હથિયારોને ગુજરાતમાં પોતાના સ્થાનિક સપ્લાયરો મારફતે વેચતો હોવાનું ખુલાસો થયો છે.

ચાર મુખ્ય જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કર્યા

આ નેટવર્કમાં તેના મુખ્ય સપ્લાયર તરીકે પ્રદિપ કરપડા, જયસુખ ઉર્ફે જેસો અને ગાવસ્કર રોજાસરા સક્રિય ભૂમિકા ભજવતા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જેવા ચાર મુખ્ય જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કર્યા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આ હથિયારો કોણે-કોણે ખરીદ્યા હતા તે દિશામાં વધુ તપાસ લંબાવી છે.

આ પણ વાંચોઃ Surat News : રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ બિસ્માર રસ્તાઓ સામે સવાલો ઉઠાવ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0