Rajkot News : ધોરાજીમાં નદીના પ્રવાહમાં કાર તણાઈ, શફુરા નદીના કોઝ-વે પરથી પસાર થતા સમયે થઇ દુર્ઘટના

Aug 17, 2025 - 21:00
Rajkot News : ધોરાજીમાં નદીના પ્રવાહમાં કાર તણાઈ, શફુરા નદીના કોઝ-વે પરથી પસાર થતા સમયે થઇ દુર્ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદ બાદ એક મોટી દુર્ઘટના ટળતા રહી છે. ધોરાજી નજીક શફુરા નદીના કોઝ-વે પરથી પસાર થઈ રહેલી એક કાર અચાનક નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કારમાં બે યુવકો સવાર હતા, જેઓ અચાનક કાર તણાતા ગભરાઈ ગયા હતા.

યુવકોને બચાવી લીધા

જોકે, સદનસીબે બંને યુવકોએ સમયસૂચકતા વાપરી અને કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. તેઓ બહાર નીકળ્યા બાદ કાર નદીના પાણીમાં વધુ ઊંડે સુધી તણાઈ ગઈ હતી. જો થોડી પણ વાર થઈ હોત તો જાનહાનિ થઈ શકવાની શક્યતા હતી. બંને યુવકોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, વરસાદ દરમિયાન નદીઓ અને કોઝ-વે પરથી પસાર થતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. પોલીસે અને સ્થાનિક તંત્રએ લોકોને ભરાયેલા પાણી કે નદીના કોઝ-વે પરથી પસાર ન થવા માટે અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0