Rajkot News: WhatsAppમાં લગ્નની કંકોત્રી ખોલતા પહેલા સાવધાન! ખાલી થઈ શકે છે તમારું બેંકનું ખાતું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામેથી સાયબર ઠગાઈનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરાજીના 70 વર્ષીય નિવૃત્ત તલાટી મંત્રી જયંતિલાલ પ્રાગજીભાઈ ભેસદડીયાના WhatsApp પર એક અજાણી ડિજિટલ કંકોત્રીની APK ફાઈલ આવી હતી. જેવી આ ફાઈલ ખૂલી કે તરત જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો.
સાયબર ગઠિયાઓએ ટૂંકા ગાળામાં જ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને તેમના બેંક એકાઉન્ટમાંથી 6,57,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આખી જિંદગીની મરણમૂડી ગુમાવી દેનાર વૃદ્ધ દંપતીનું દર્દ જોઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
300થી વધુ લોકોના ફોનમાં ફાઈલ ફોરવર્ડ થતાં ગ્રામજનોમાં ફફડાટ
આ સાયબર ફ્રોડ માત્ર નાણાં ચોરી સુધી સીમિત ન રહ્યો, પરંતુ જયંતિભાઈનો ફોન હેક થતાં જ તેમના ફોનમાંથી આશરે 300થી વધુ કોન્ટેક્ટ્સ અને સુપેડી ગામના વિવિધ વોટ્સએપ ગ્રૂપમાં આ વાયરસયુક્ત ફાઈલ જાતે જ ઓટોમેટિક ફોરવર્ડ થવા લાગી હતી. એકસાથે ગામના અનેક લોકોના ફોનમાં આ શંકાસ્પદ ફાઈલ પહોંચી જતાં ગ્રામજનોમાં ભારે ગભરાટ અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. હાલ લોકો મોબાઈલમાં WhatsApp ખોલતા પણ ડરી રહ્યા છે.

સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ, અજાણી લિંકથી સાવધાન રહેવા અપીલ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભોગ બનનાર પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઈમ સેલમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર એજન્સીઓ દ્વારા હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના ફ્રોડથી બચવા માટે તંત્ર અને નિષ્ણાતો દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે, સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણ્યા નંબર કે ગ્રૂપમાંથી આવતી શંકાસ્પદ ફાઈલ, APK એપ્લિકેશન કે લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવું. જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો.
આ પણ વાંચો: Rajkot News: જસદણની ખાનપર ચોકડી પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના CCTVમાં કેદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

