Rajkot News: AIIMS લાંબા સમયથી ખાલી પડેલી પ્રમુખ અને ડિરેક્ટર સહિત 4 જગ્યાઓ ભરવા રજૂઆત

Jul 24, 2025 - 00:00
Rajkot News: AIIMS લાંબા સમયથી ખાલી પડેલી પ્રમુખ અને ડિરેક્ટર સહિત  4 જગ્યાઓ ભરવા રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં રાજકોટમાં એઈમ્સને પ્રધાનમંત્રી સવસ્થ્ય સુરક્ષા યોજનાનાં છઠ્ઠા તબક્કા અંતર્ગત જાન્યુઆરી, 2019માં રૂ. 1195 કરોડનાં મંજૂર ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી હતી.આ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે ડો. વલ્લભ કથીરિયા તેના પ્રમુખ હતાં. તેમના રાજીનામા બાદ પ્રમુખ, ડિરેક્ટર સહિત ચાર જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. જેથી ખાલી પડેલી તમામ જગ્યા તાત્કાલિક અસરથી ભરવા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાને રજુઆત કરવામાં આવી છે.

રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહે કરી રજૂઆત

રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં પ્રમુખ તેમજ ડિરેક્ટર સહિતની મહત્વની 4 જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. ખાલી પડેલી મહત્વની જગ્યાઓના કારણે એઇમ્સ હોસ્પિટલના મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.ડો.વલ્લભ કથિરિયાને 16 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતની પ્રથમ એઇમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી. નિમણૂકના ચાર જ દિવસ બાદ ડો. કથીરિયાએ 20 ઓગસ્ટ, 2023ના રોજ રાજીનામુ આપવું પડ્યું હતું અને 25 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા રાજીનામાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.જેથી ખાલી પડેલી તમામ જગ્યા તાત્કાલિક અસરથી ભરવા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાને રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ AIIMSમાં શરૂ થશે ન્યૂરોસર્જન સેવા

બીજી તરફ આગામી ત્રણ મહિનાની અંદર AIIMS રાજકોટ ખાતે ન્યૂરોસર્જન એટલે કે મગજ અને કરોડરજ્જુના સર્જનની સેવા ઉપલબ્ધ્ધ થશે. આ સેવાના કારણે સરાષ્ટ્રભરના દર્દીઓને મોટી રાહત મળશે.હાલમાં સૌરાષ્ટ્રની એક પણ સિવિલ હોસ્પિટલમાં ન્યૂરોસર્જનની સુવિધા ઉપલબ્ધ નથી. આ કારણે મગજ કે કરોડરજ્જુ સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓને સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું. પરંતુ હવે રાજકોટ AIIMS માં આ સેવા શરૂ થતાં સ્થાનિક લોકોને પોતાના જ પ્રદેશમાં અત્યાધુનિક સારવાર મળી શકેશે.AIIMS રાજકોટ દ્વારા 15 OPD, ન્યૂરોસર્જન અને મેમોથેરાપી જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ન્યૂરોસર્જનની ઉપલબ્ધતાથી મગજની ગાંઠ, કરોડરજ્જુની ઈજાઓ, સ્ટ્રોક અન્ય જટિલ ન્યુરોલોજીકલ સમસ્યાઓ ધરાવતા દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી શકેશે. આ પગલું સૌરાષ્ટ્ર આતોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0