Rajkot news: ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી સગીરાને પીંખનાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

Oct 2, 2025 - 20:30
Rajkot news: ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી સગીરાને પીંખનાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. રાજકોટમાં 15 વર્ષની સગીરાને ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી પીંખી નાંખવાનો બનાવ સામે આવ્યો છે. કોંગ્રેસના અગ્રણી અને ફિલ્મના ડાયરેક્ટરે સગીરાને ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સામે અગાઉ પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

સગીરાને ગુજરાતી ફિલ્મમા રોલ આપવાની લાલચ આપી હતી

રાજકોટમાં દુષ્કર્મના આરોપી જયેશ ઠાકોરે સગીરાને ગુજરાતી ફિલ્મમા રોલ આપવાની લાલચ આપી હતી. તે સગીરાને પોતાના સ્ટુડિયો સહિત કેટલીક જગ્યાએ લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતે અનેક ફિલ્મોમા લીડ રોલ કર્યો હોવાનો દાવો કર્યો હતો. પોલીસ તપાસમાં તેની સામે 2016માં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ કરાવવા તેમજ અન્ય કોઈ સાથે આ મુજબ લાલચ આપી દુષ્કૃત્ય આચર્યું છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે અને કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે પણ લોકને આ પ્રકારનો ભોગ બન્યા હોય તો જાણ કરવા અપીલ કરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0