Rajkot News: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ‘સનાતન સેતુ હનુમંત કથા’ શરૂ થાય તે પહેલાં જ મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા આ કાર્યક્રમના ફોર્મેટ સામે વિરોધ નોંધાવવા માટે ગુરુવારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસ સમક્ષ લેખિત અરજી રજૂ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રજૂઆત કરી છે. આ મામલે પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને પરસોતમ પીપળીયાને નિવેદન આપવા માટે બોલાવ્યા હતા.બીજી તરફ પોલીસે વિજ્ઞાન જાથાને કોઇ પણ પ્રકારના કાર્યક્રમો આયોજીત કરવાની મંજૂરી આપી નથી
કાર્યક્રમ રોકવામાં આવે
પરસોતમ પીપળીયા દ્વારા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ લેખિત અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમની પ્રથમ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે, હનુમંત કથાના નામે અંતિમ દિવસે જે 'દિવ્ય દરબાર અને કથિત ‘પ્રેત દરબાર’ યોજાવાનો છે, તેને મંજૂરી આપવામાં ન આવે અને તે કાર્યક્રમ રોકવામાં આવે. જ્યારે બીજી અરજીમાં તેમણે પોતાના જીવનું જોખમ હોવાનું જણાવીને પોલીસ પ્રોટેક્શન ની માગણી કરી છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે,મને સનાતન ધર્મના પ્રચાર કે હનુમંત કથા સામે વ્યક્તિગત રીતે કોઈ જ વાંધો કે વિરોધ નથી. એક સનાતની તરીકે હું કથાનું સ્વાગત કરું છું,પરંતુ કથાના નામે જે પ્રેત દરબાર અને અંધશ્રદ્ધાને પ્રેરણા આપતી બાબતો થવાની છે તેની સામે મારો સખત વિરોધ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

