પોરબંદર મહાપાલિકામાં નાગરિક સુવિધાઓ અને ફરિયાદ નિવારણના કામનું થશે દૈનિક મોનિટરિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદર મહાનગરપાલિકા ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તમામ વિભાગોના શાખા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠકમાં વિવિધ વિભાગોમાં ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તેમજ નાગરિકોને વધુ અસરકારક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મેયરે દરેક શાખાના અધિકારીઓ પાસેથી તેમની શાખામાં ચાલી રહેલી કામગીરી, કર્મચારીઓની જવાબદારીઓ તેમજ વર્ક ફ્લો અંગેની વિગતો મેળવી હતી. વિવિધ વિભાગોની કામગીરીનું નિયમિત મોનિટરિંગ થઈ શકે,કામગીરીમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થાય તે માટે દરેક શાખાને પોતાના વિભાગ મુજબ દૈનિક પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. બેઠક દરમિયાન મેયરે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરમાં કરવામાં આવતી સફઈ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટલાઈટ, પીવાના પાણીની સુવિધા, રોડ-રસ્તાના સમારકામ સહિતની નાગરિક સુવિધાઓને લગતી કામગીરીની દૈનિક સમીક્ષા કરવામાં આવે તેમજ નાગરિકોની ફ્રિયાદોનો સમયસર નિકાલ થાય તે સુનિશ્ચિત કરવું. વિવિધ વિસ્તારોમાં ટ્રાફ્કિની સમસ્યા ન સર્જાયતે માટે નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત બોખીરા આવાસ વિસ્તારમાં સીસીટીવી કેમેરા સ્થાપનાની આયોજનબદ્ધ કામગીરી માટે તાત્કાલિક સર્વે હાથ ધરવા સૂચના આપી હતી. સાથે જ આવાસ વિસ્તારમાં પીવાના પાણી સહિતની વિવિધ સમસ્યાઓઅંગે સમીક્ષા કરીને ઝડપી નિરાકરણ લાવવા ભાર મૂક્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

