Rajkot News: દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે રાજુ પંચાલ ઝડપાયો, પોલીસે શરૂ કરી તપાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રંગીલા રાજકોટમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે દબોચી લીધો છે.
પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ
રાજકોટ પોલીસની ટીમ જ્યારે આજી ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે રાજુ પંચાલ નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની હિલચાલ પર શંકા જતાં પોલીસે તેની અટકાયત કરી જડતી લેતા, તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો.
હથિયારના સ્ત્રોતની તપાસ
ઝડપાયેલા આરોપી રાજુ પંચાલની ધરપકડ કરી પોલીસે હથિયાર કબજે કર્યું છે. આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો? તેનો હેતુ શું હતો? અને રાજકોટમાં આ હથિયાર કોને આપવાનું હતું કે, કોઈ ગુનાને અંજામ આપવાનો હતો? તે દિશામાં પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે. આજી ડેમ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો - Local Body Elections 2026: રાજકોટ ભાજપનો 'માસ્ટર પ્લાન', મેટ્રો ટ્રેનથી લઈ મિનિ હોસ્પિટલ સુધી કર્યા આ વચનો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

