Rajkot News: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકો સામે મહિલા પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવી

Sep 21, 2026 - 10:00
Rajkot News: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકો સામે મહિલા પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં જાણીતા મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા અને અન્ય ચાર અજાણ્યા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફરિયાદ ઓન-ડ્યુટી મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી સરોજબેન સોલંકી દ્વારા નોંધાવવામાં આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર,પદ્મિનીબા વાળા અને તેમની સાથેના લોકોએ સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હોવાના ગંભીર આક્ષેપો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

બેરીકેટ ખોલવા માટે ભારે હોબાળો મચાવ્યો

મળતી માહિતી મુજબ,આ સમગ્ર ઘટના રાજકોટના વ્યસ્ત ગણાતા સાંઢીયા પુલ પાસે બની હતી.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર,પદ્મિનીબા વાળા અને તેમની સાથે આવેલા અન્ય 4 લોકોએ સાંઢીયા પુલ પાસે ટ્રાફિક નિયમન માટે મુકવામાં આવેલા બેરીકેટ ખોલવા માટે ભારે હોબાળો મચાવ્યો હતો.ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંધ કરાયેલા રસ્તાના બેરીકેટને જબરદસ્તીથી હટાવવા બાબતે ત્યાં હાજર મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી સરોજબેન સોલંકી સાથે તેઓએ ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.પદ્મિનીબા અને તેમના સાથીઓ દ્વારા પોતાના વાહનો વચોવચ રસ્તા પર જ ઊભા રાખી દેવામાં આવ્યા હતા.ફરજ પર તૈનાત મહિલા પોલીસ કર્મચારી સરોજબેન સોલંકીએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પદ્મિનીબા વાળાને શાંતિપૂર્વક સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો અને ટ્રાફિક નડતરરૂપ વાહનો દૂર કરવા વિનંતી કરી હતી.

વાહનો દૂર કરવાનો સાફ ઇનકાર કરી દીધો

પોલીસની સમજાવટ અને વિનંતી બાદ પણ પદ્મિનીબા અને તેમની ટોળકીએ રસ્તા પરથી વાહનો દૂર કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.તેઓએ કાયદાનું પાલન કરાવવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવર્તણૂક કરી બોલાચાલી કરી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ફરજ પરના કર્મચારીનું અપમાન થતાં અને કાયદો-વ્યવસ્થાનો સરેઆમ ભંગ થતો જોઈ મહિલા પોલીસ કર્મચારી સરોજબેન સોલંકીએ આ મામલે તાત્કાલિક ધોરણે મહિલા પોલીસ સ્ટેશનમાં પદ્મિનીબા વાળા અને અન્ય 4 અજાણ્યા શખ્સો સામે સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા બદલ અને ટ્રાફિક જામ કરવા બદલ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: મનપાની ચૂંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે, ભાજપ દ્વારા 44 બેઠકો માટે સેન્સ લેવાશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0