Rajkot News : એક સમયે વિશેષ લોકો માટે જ એરપોર્ટની વ્યવસ્થા હતી, PM મોદીએ લોકો સુધી આ સુવિધા પહોંચાડી

Mar 29, 2026 - 17:00
Rajkot News : એક સમયે વિશેષ લોકો માટે જ એરપોર્ટની વ્યવસ્થા હતી, PM મોદીએ લોકો સુધી આ સુવિધા પહોંચાડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે રવિવારથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ થયો છે. આ ઐતિહાસિક ઉડાનને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. મંત્રીના હસ્તે થનારા આ ઉદ્ઘાટન સાથે જ ભાવનગર ફરી એકવાર દેશના મુખ્ય હવાઈ નકશા પર મજબૂતીથી અંકિત થશે. આ સેવાના પ્રારંભ પૂર્વે ભાવનગર એરપોર્ટ ખાતે એરપોર્ટ ડાયરેક્ટર તપનકુમાર નાયકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે

આ બેઠકમાં હવાઇ સેવાની ટેકનિકલ વિગતો આપતા ડિરેક્ટરએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે. રવિવારે સવારે ૮:૩૦ કલાકે પ્રથમ ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના હીરા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેમજ નવી મુંબઈ મારફતે અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે.

તમામ વર્ગના લોકો હવે કરે મુસાફરી

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નાયડુએ કહ્યું હતું કે, એક સમયે વિશેષ લોકો માટે જ એરપોર્ટની વ્યવસ્થા હતી, પરંતુ વડાપ્રધાન મોદીએ લોકો સુધી એરપોર્ટ સુવિધા પહોંચાડી છે. આગામી 10 વર્ષમાં દેશમાં 350 એરપોર્ટ બનશે. તમામ વર્ગના લોકો હવે હવાઈ મુસાફરી કરી શકશે.


આ પણ વાંચોઃ Ahmedabad News : CAGના અહેવાલમાં ગુજરાત પોલીસની ગંભીર ગેરરીતિ, 509 કેસોમાં 2.51 કરોડ ઓછા વસૂલ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0