ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપાસમાં ભાંડો ફૂટ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Una News: ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા અને પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ફસાવવા માટે ફાયરિંગનું ખોટું નાટક રચનાર આમ આદમી પાર્ટીના નેતા અજય ભાણાભાઇ બાંભણીયાની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણીયા પર ગત રાત્રે (23 એપ્રિલ) રાત્રે 10 વાગ્યે કથિત ફાયરિંગની ઘટના બની હતી. જો કે પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ ફાયરિંગની ઘટના નકારી હતી અને ગઈકાલે રાત્રે જ FLS બોલાવી હતી. FSL તપાસમાં અજય બાંભણીયાના પોતાના પર ફાયરિંગના નાટકનો પર્દાફાશ થયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

