Rajkot : ‘સમાજને વચ્ચે લાવવાની જરુર નથી' બાંભણિયાના નિવેદન પર મેયરની સ્પષ્ટતા

Feb 15, 2025 - 13:30
Rajkot : ‘સમાજને વચ્ચે લાવવાની જરુર નથી' બાંભણિયાના નિવેદન પર મેયરની સ્પષ્ટતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ મેયરનો મહાકુંભ પ્રવાસ વિવાદના ચગડોળે ચડ્યો છે. મેયર વિવાદમાં પાટીદાર નેતા બાંભણિયાએ એક પોસ્ટ મૂકી હતી. જેને લઈને મેયરની પ્રતિક્રિયા સામે આવી છે. બાંભણિયાના નિવેદન પર મેયરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે વિવાદમાં ‘સમાજને વચ્ચે લાવવાની જરુર નથી’.

મેયરની પ્રતિક્રિયા

વધુમાં તેમણે કહ્યું હવે આ વિવાદનો અંત લાવવો જોઈએ.‘પાટીદાર સમાજ સર્વ સમાજ સાથે રહે છે’. આ કોઈ સમાજની વાત નથી. સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. મેં નિયમ પ્રમાણે બિલની ચૂકવણી કરી દીધી છે. આ વિવાદમાં કોઈ સમાજને વચ્ચે લાવવાની જરૂર નથી. સમાજને વચ્ચે લાવી ખોટી રીતે વિવાદને હવા આપવામાં આવી રહી છે.

બાંભણિયાની પોસ્ટે મચાવ્યો હોબાળો

મેયર દ્વારા પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં જવા પ્રવાસ માટે સરકારી વાહનનો ઉપયોગ કરતા વિવાદનો વંટોળ ઉઠ્યો છે. વિવાદને પગલે મનપાએ મોટું બિલ ફટકારતાં મેયર નયનાબેન પેઢડીયાએ પ્રતિક્રિયા આપતાં ખોટી રીતે હેરાન કરી ટારગેટ કરાતો હોવાનું જણાવ્યું હતું. જેના બાદ આ વિવાદમાં પાટીદાર નેતાએ પણ ઝંપલાવ્યું.પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા એક પોસ્ટ શેર કરતાં વધુ હોબાળો જોવા મળ્યો. પોસ્ટમાં તેમણે ‘ટ્રાવેલિંગના નામે વિખવાદ કરી ખતમ કરવાનો સિલસિલો’, ‘વિખવાદ કરી વધુ એક નેતાને ખતમ કરવાનો સિલસિલો’, પાટીદારની દીકરી હોવાથી અન્યાય થાય છે જેવા શાબ્દિક પ્રહાર કરતાં રાજકીય માહોલ ગરમાયો.

કોંગ્રેસના આક્ષેપ

મેયરને મનપા દ્વારા મોટું બિલ ફટાકારાત કોગ્રેસ પણ આક્રમક બની હતી. કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો કે મેયરને અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હોઈ તેવું લાગે છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગાડીના ઉપયોગને લઈને જેતે સમયે 25.02.2022 ના રોજ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ઠરાવ મુજબ વાહનનું ભાડુ

ગુજરાત સરકારના ઠરાવ મુજબ વાહનનું ભાડું કોઈ અધિકારી કે પદાધિકારી સરકારી વાહન લે તો ઠરાવ મુજબ પેટ્રોલ ગાડી માટે 11 રૂપિયા પ્રતિકિમી, ડીઝલ ગાડી માટે 10, સીએનજીના 06, મોટર સાયકલ હોઈ તો 2.5 રૂપિયા ચૂકવવાના હોય છે. મનપા દ્વારા 2022માં આ ઠરાવ પસાર કરાયો હતો. આ મામલે રાજકોટ મ્યુ કમિશ્નર દ્વારા ઠરાવ નો અમલ કરવાનો હોય છે. મેયર જે બોલ્યા છે તે સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ખોટા છે તે સાબિત થાય છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0