Rajkot: સગીરા ગાંજાની હેરાફેરી કરતા ઝડપાઈ, SOGના દરોડામાં 19 કિલો ગાંજો ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં નશાના કાળા કારોબારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં એક સગીરા ગાંજાની હેરાફેરી કરતા ઝડપાઈ છે. આ સગીરા પાસેથી લાખોની કિંમતનો નશીલો પદાર્થ મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.
વામ્બે આવાસમાંથી મળી આવ્યો ગાંજો
SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વામ્બે આવાસ ક્વાર્ટરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને સગીરાના કબજામાંથી કુલ 19 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 9.53 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.
લાચારીનો ફાયદો ઉઠાવી સગીરાને બનાવી પેડલર
આ કેસમાં અત્યંત કરુણ પાસું એ સામે આવ્યું છે કે, સગીરાના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે. નિરાધાર બનેલી સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવીને જંગલેશ્વરના એક દંપતીએ તેને ડ્રગ્સના રવાડે ચડાવી હોવાનું ખુલ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સોયબ તૈલી અને જૈબા તૈલી નામનું દંપતી આ સગીરાને ગાંજો વેચવા માટે આપતા હતા.પોલીસ કાર્યવાહી અને તપાસ
પોલીસે સગીરાને પકડી પાડ્યા બાદ તેની ઉંમરને ધ્યાને રાખીને ચાઈલ્ડ વેલફેર ઓફિસરને સોંપવાની તજવીજ હાથ ધરી છે.આ રેકેટમાં મુખ્ય સૂત્રધાર ગણાતા સોયબ તૈલી અને જૈબા તૈલી હાલ પોલીસ પકડથી દૂર છે. રાજકોટ પોલીસે આ દંપતીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: દેત્રોજના રાજપુરામાં પ્રસાદ ખાધા બાદ 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, સેવ-ખમણી ખાતા જ તબિયત લથડી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

