Rajkot: શહેરમાં વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાનો વિસ્ફોટ, સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી કતારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેરમાં હાલ બેવડી ઋતુ એટલે કે સવારે અને રાત્રે સામાન્ય ઠંડક તથા બપોરે અસહ્ય ગરમી અને બફારાના કારણે ઋતુજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. વાતાવરણમાં સતત આવી રહેલા પલટાના પરિણામે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડા અનુસાર, શહેરમાં માત્ર એક સપ્તાહમાં જ વાયરલ ફીવર (તાવ) ના 830 કેસ અને શરદી-ઉધરસના 940 કેસ નોંધાયા છે. સામાન્ય વાયરલ ઇન્ફેક્શનની સાથોસાથ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસોમાં પણ ઉછાળો આવતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
તાવ, શરદી અને ઝાડા-ઊલટીના કેસોમાં ધરખમ ઉછાળો
શહેરના સરકારી અર્બન હેલ્થ સેન્ટરો, PDU સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં નોંધાયેલા કેસોની સ્થિતિ. સૌથી વધુ 940 દર્દીઓ શરદી, ઉધરસ અને ગળાના ઇન્ફેક્શનના લક્ષણો સાથે સારવાર માટે પહોંચ્યા હતા. તાવના 830 સત્તાવાર કેસ નોંધાયા છે, જોકે ખાનગી હોસ્પિટલોમાં આ આંકડો બમણો હોવાનો અંદાજ છે. દૂષિત ખોરાક અને પાણીના કારણે ઝાડા-ઊલટીના 188 દર્દીઓ સામે આવ્યા છે. ડેન્ગ્યુના 3 કેસ, મેલેરિયાના 2 કેસ, ટાઈફોઈડના 2 કેસ અને કમળાનો 1 સત્તાવાર કેસ ચોપડે નોંધાયો છે.
341 સ્થળોએથી મળ્યા મચ્છરોના બ્રીડિંગ
રોગચાળો વકર્યા બાદ આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.મનપાની મેલેરિયા શાખાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવતાં 341 જેટલા સ્થળોએથી મચ્છરોની ઉત્પત્તિ (લારવા) મળી આવી હતી, જે દર્શાવે છે કે શહેરમાં પ્રી-મોન્સૂન કે પોસ્ટ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ છે.તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 640 ઘરોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે મોટાભાગના વિસ્તારોમાં દવા છંટકાવ કે ફોગિંગ નિયમિત થતું નથી, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમા પર પહોંચ્યો છે અને મનપા તંત્ર રોગચાળો નિયંત્રિત કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે.ઉકાળેલું પાણી અને મચ્છરથી બચાવ જરૂરી
સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. મિશ્ર ઋતુ દરમિયાન તાજો અને ગરમ ખોરાક લેવો તેમજ પાણી ઉકાળીને પીવું હિતાવહ છે.ઘરની આસપાસ કે કૂંડા-ધાબા પર પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી જેથી ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરો ન પાંગરે.સામાન્ય તાવ કે શરદી જણાય તો જાતે મેડિકલ સ્ટોરમાંથી એન્ટિબાયોટિક્સ લેવાને બદલે તાત્કાલિક તબીબની સલાહ લેવી.
આ પણ વાંચો: Gandhinagar: મંડળી ગરબામાં બાઉન્સરોની દાદાગીરી સામે પોલીસ એક્શન; સાંતેજ પોલીસ મથકે FIR
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

