Rajkot વાહ ! અભિયાન આને કહેવાય, ભાજપે હોસ્પિટલના બિછાને સદસ્ય બનાવ્યા
ભાજપમાં સદસ્યતા અભિયાનને લઈ હરીફાઈ ચાલી રહી છે,ત્યારે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે,જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઉઠાડી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડયા હતા,જેમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યકિત દ્રારા દર્દીઓને ઉઠાડવામાં આવે છે અને તેમની પાસેથી ઓટીપી નંબર માગીને સભ્ય બનાવવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા ભાજપના સદસ્ય દિલ્હી બેઠેલા મોટા નેતાઓની નજર ભાજપના સદસ્ય અભિયાન પર છે,તેને લઈ કોઈ નેતાઓથી લઈ કાર્યકર્તાઓમાં જાણે હોડ લાગી હોય તેમ લાગી રહ્યું છે.રાજકોટમાં હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા છે.જૂનાગઢથી આયોજીત કેમ્પમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય,સાથે સાથે જે દર્દીઓ સારવાર લઈને સુઈ ગયા હતા તેમને પણ જગાડીને ભાજપના સદસ્ય બનાવ્યા હતા.રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટની હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા ભાજપના સદસ્ય. આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને બનાવાયા સદસ્ય રાજકોટમાં 16 ઓક્ટોબરે જૂનાગઢના દર્દીઓનો કેમ્પ હતો જેમાં દર્દીઓએ આંખના ઓપરેશની સારવાર લીધી હતી અને તેઓ આરામ કરી રહ્યાં હતા અને કોઈ વ્યકિત દ્રારા તેમને હોસ્પિટલમાં અંદર આવીને જગાડવામાં આવે છે ત્યારબાદ મોબાઈલમાં નંબર નાખીને ઓટીપી માગવામાં આવે છે,જૂનાગઢના દર્દીએ મોબાઈલમાં વીડિયો ઉતારતા ભાંડો ફૂટ્યો છે,તો રાજકોટ ભાજપના નેતા મુકેશ દોશીનું કહેવું છે કે આ અંગે તેમને કોઈ જાણ જ નથી,અરે નેતાજી આવું થોડું હોય તમારો ટાર્ગેટ પૂર્ણ કરવા કોઈને પણ સદસ્યતાના અભિયાનમાં જોડી દેવાના ? 1 સપ્ટેમ્બર 2024થી ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ થયું છે. સદસ્યતા અભિયાન માટે ભાજપના 9 નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂ થયું છે, સદસ્યતા અભિયાન માટે ભાજપ 9 નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ સંયોજક તરીકે કે.સી.પટેલની નિમણુક કરાઈ છે. જ્યારે પ્રદેશ સહ સંયોજક તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, રંજનબેન ભટ્ટ, કુલદીપસિંહ સોલંકી, વાઘજી ચૌહાણ, જયરામ ગામીતને જવાબદારી સોંપાઈ છે. તેમજ પ્રદેશ સહાયક તરીકે યજ્ઞેશ દવે, નિખિલ પટેલ અને મનન દાણીને જવાબદારી સોંપવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાજપમાં સદસ્યતા અભિયાનને લઈ હરીફાઈ ચાલી રહી છે,ત્યારે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે,જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઉઠાડી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડયા હતા,જેમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યકિત દ્રારા દર્દીઓને ઉઠાડવામાં આવે છે અને તેમની પાસેથી ઓટીપી નંબર માગીને સભ્ય બનાવવામાં આવે છે.
હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા ભાજપના સદસ્ય
દિલ્હી બેઠેલા મોટા નેતાઓની નજર ભાજપના સદસ્ય અભિયાન પર છે,તેને લઈ કોઈ નેતાઓથી લઈ કાર્યકર્તાઓમાં જાણે હોડ લાગી હોય તેમ લાગી રહ્યું છે.રાજકોટમાં હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા છે.જૂનાગઢથી આયોજીત કેમ્પમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય,સાથે સાથે જે દર્દીઓ સારવાર લઈને સુઈ ગયા હતા તેમને પણ જગાડીને ભાજપના સદસ્ય બનાવ્યા હતા.રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટની હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા ભાજપના સદસ્ય.
આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને બનાવાયા સદસ્ય
રાજકોટમાં 16 ઓક્ટોબરે જૂનાગઢના દર્દીઓનો કેમ્પ હતો જેમાં દર્દીઓએ આંખના ઓપરેશની સારવાર લીધી હતી અને તેઓ આરામ કરી રહ્યાં હતા અને કોઈ વ્યકિત દ્રારા તેમને હોસ્પિટલમાં અંદર આવીને જગાડવામાં આવે છે ત્યારબાદ મોબાઈલમાં નંબર નાખીને ઓટીપી માગવામાં આવે છે,જૂનાગઢના દર્દીએ મોબાઈલમાં વીડિયો ઉતારતા ભાંડો ફૂટ્યો છે,તો રાજકોટ ભાજપના નેતા મુકેશ દોશીનું કહેવું છે કે આ અંગે તેમને કોઈ જાણ જ નથી,અરે નેતાજી આવું થોડું હોય તમારો ટાર્ગેટ પૂર્ણ કરવા કોઈને પણ સદસ્યતાના અભિયાનમાં જોડી દેવાના ?
1 સપ્ટેમ્બર 2024થી ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ
ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ થયું છે. સદસ્યતા અભિયાન માટે ભાજપના 9 નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂ થયું છે, સદસ્યતા અભિયાન માટે ભાજપ 9 નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ સંયોજક તરીકે કે.સી.પટેલની નિમણુક કરાઈ છે. જ્યારે પ્રદેશ સહ સંયોજક તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, રંજનબેન ભટ્ટ, કુલદીપસિંહ સોલંકી, વાઘજી ચૌહાણ, જયરામ ગામીતને જવાબદારી સોંપાઈ છે. તેમજ પ્રદેશ સહાયક તરીકે યજ્ઞેશ દવે, નિખિલ પટેલ અને મનન દાણીને જવાબદારી સોંપવામાં આવી છે.