Rajkot : રૈયાધાર શાંતિનગરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી વૃદ્ધની કરાઈ હત્યા

Jul 9, 2025 - 14:00
Rajkot : રૈયાધાર શાંતિનગરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી વૃદ્ધની કરાઈ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં એક વૃદ્ધની ઘાતકી હત્યાના સમાચાર સામે આવતા સનસનાટી મચી જવા પામી. રૈયાધાર શાંતિનગરમાં રહેતા વૃદ્ધની અજાણ્યા શખ્સોએ હત્યા કરી. વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવતા શાંતિનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. ત્યાંની સ્થિતિ જોઈ પોલીસનું હૃદય પણ પીગળી ગયું. કારણ કે એકલા રહેતા વૃદ્ધને અજાણ્યા શખ્સ દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ હત્યારાને શોધવા તજવીજ હાથ ધરી. વૃદ્ધની હત્યા થતા ફરી એકલા રહેતા સીનીયર સિટીઝનની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે.

મળતી માહિતી મુજબ રૈયાધાર શાંતિનગરમાં એકલા રહેતા વૃદ્ધની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધનો મૃતદેહ સળગેલી હાલતમાં મળતા આત્મહત્યા કે હત્યા કરાઈ હોવાને લઈને મામલો અટવાયો હતો. મોમાઈનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ટાંકના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન પોલીસને મળ્યા છે. જેથી વૃદ્ધના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. હત્યાને આત્મહત્યામાં ખપાવવા અજાણ્યા શખ્સોએ વૃદ્ધની લાશને સળગાવી દેવામાં આવી હોવાનું ખુલ્યું.

પોલીસ આ મામલામાં તપસા કરતા જાણવા મળ્યું કે શાંતિનગર વૃદ્ધની હત્યા થઈ તે પહેલા જ મૃતકના પત્ની અને પુત્રનું અગાઉ જ મોત થયું હતું. તેમજ મૃતક વ્યાજે પૈસાની લેવડ દેવડ કરતા હોવાનું જાણવા મળ્યું. જેથી પોલીસને શંકા છે કે પૈસાની લેતી-દેતી મામલે અજાણ્યા શખ્સ દ્વારા વૃદ્ધની હત્યા કરવામાં આવી હોઈ શકે. હત્યા પાછળના કારણ જાણવા પોલીસે વૃદ્ધના મૃતદેહને તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. આ રીપોર્ટ બાદ વૃદ્ધની હત્યા થઈ કે આત્મહત્યા કરી વગેરે બાબતો તપાસમાં સામે આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0