Rajkot રેન્જના દરોડામાં ખનીજચોરી ઝડપાઈ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ ખુલતા રાજકારણ ગરમાયું

Aug 4, 2026 - 09:00
Rajkot રેન્જના દરોડામાં ખનીજચોરી ઝડપાઈ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ ખુલતા રાજકારણ ગરમાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ રેન્જ પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી કરીને વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ રેન્જ આઈજીની ખાસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગની પરવાનગી વગર મોટા પાયે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદે ખનનનું કામ ઝડપી પાડ્યું હતું.

જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ 

આ દરોડા બાદ થયેલી પોલીસ તપાસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગેરકાયદેસર રીતે ચાલતી આ ખનીજ ચોરીના તાર સીધા રાજકીય મોભીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ ખુલતાં સમગ્ર રાજકોટ જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સત્તાધારી પક્ષના જ જવાબદાર હોદ્દેદાર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સામેલ હોવાની વિગતો બહાર આવતા સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.

Rajkot Illegal Mining Raid: Jasdan BJP President Chankit Ramani Named

27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો 

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદેસર ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા વાહનો અને મશીનરી સહિત કુલ રૂપિયા 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલમાં ખનીજ ઉત્ખનન માટે વપરાતી ચકરડી, ટ્રેક્ટર તેમજ અન્ય સાધન-સામગ્રીનો સમાવેશ થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

લાંબા સમયથી ખનીજ માફિયાઓ સક્રિય હતા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા કુદરતી સંપત્તિનું ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવી રહ્યો હતો. હવે જ્યારે શાસક પક્ષના તાલુકા પ્રમુખનું જ નામ સામે આવ્યું છે, ત્યારે વિપક્ષી ખેમામાં પણ આ મુદ્દે તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.ખાણ અને ખનીજ વિભાગને પણ જાણ કરાઇ 

આ સમગ્ર મામલે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ખાણ અને ખનીજ વિભાગને પણ સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની ટીમ હવે જપ્ત કરાયેલા વાહનો, ખનીજના પ્રકાર અને અત્યાર સુધી થયેલી ચોરીના કુલ આંકડાનું મૂલ્યાંકન કરી રહી છે. પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વકની સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં અન્ય કેટલાક મોટા નામો પણ બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.   



આ પણ વાંચો  :   Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0