Rajkot: પાયલ હોસ્પિટલનું મહાપાપ...મહિલાઓના અર્ધનગ્ન વીડિયો વાયરલ કરીને 900-3000 રૂપિયામાં વેચ્યાં

Feb 17, 2025 - 19:00
Rajkot: પાયલ હોસ્પિટલનું મહાપાપ...મહિલાઓના અર્ધનગ્ન વીડિયો વાયરલ કરીને 900-3000 રૂપિયામાં વેચ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતને હચમચાવી દેવા તેવા સમાચાર સામે આવ્યા છે. જેમાં મહિલાઓની ગરિમાનું ચીરહરણ કરવામાં આવ્યું છે. મહિલાઓના હોસ્પિટલના ચેકઅપના વીડિયો વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર મહિલાઓના ચેકઅપના વીડિયો જાણી જોઈને લીક કરવામા આવ્યા છે. ગાયનેક હોસ્પિટલમાં ચેકઅપના CCTV વીડિયો વાયરલ છે. ડોક્ટર ઇન્જેક્શન આપતા હોય તેવા વીડિયો મુકવાનું કારસ્તાન સામે આવ્યું છે. મહિલાઓની સારવારના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરી રૂપિયા કમાવવાનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે. મહિલા સારવારનો વાયરલ વીડિયો રાજકોટની હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મહિલા દર્દીની સારવારના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો

રાજકોટના પાયલ હોસ્પિટલમાં સોનોગ્રાફી, ગાયનેક સારવારના મહિલાના વીડિયો યુટયુબ પર અપલોડ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર ઇન્જેક્શન આપતા હોય તેવા વીડિયો મૂકયા છે. યુ ટયુબ અને ટેલીગ્રામ પર વીડિયો પૉસ્ટ કર્યાં હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓની સારવારના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરી રૂપિયા કમાવવાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. કેટલાક અપલોડેડ વીડિયોમાં ગુજરાતી સંવાદ પણ જોવા મળી રહ્યો છે. આવા વીડિયોનું મેમ્બરશીપ આપી વીડિયો બનાવવાનું કારસ્તાન હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલોમાં મહિલાઓના થતા ખાનગી ટેસ્ટનો વીડિયો બનાવીને ટેલીગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરી રૂપિયા કમાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મેઘા MBBS યુટ્યુબ ચેનલ પર અપલોડ વીડિયો અપલોડ થઇ રહ્યા છે. રાજકોટના પાયલ મેટરનીટી હોસ્પિટલનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી નથી કરતું. 

પાયલ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ રૂપે યુટ્યુબમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. પરંતું યુટ્યુબ ચેનલ મારફતે આ વ્યક્તિએ પોતાની ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ કરે છે. જેમા ખુલ્લે આમ હોસ્પિટલમાં આવતી મહિલાઓના વીડિયો પોસ્ટ થાય છે. આ નરાધમની વિકૃત માનસિકતા છે. રાજ્યની તમામ હોસ્પિટલોએ પણ આ મુદ્દે ધ્યાન રાખવાની જરૂર છે. કોઈપણ વ્યક્તિની ગોપનિયતાનું હનન થાય છે આ ખુબ મોટો અપરાધ છે. ગુજરાત પોલીસ આ મુદ્દે તાત્કાલિક યોગ્ય અને કડક કાર્યવાહી કરે! આ ચેનલને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને આરોપીને ઝડપી પાડવામાં આવે. તમે જોઈ શકો છો કે ચેનલ પર આ વીડિયોને કેટલા વ્યૂ અને લાઈક મળી રહ્યાં છે. તે નરાધમ તથા તેને જોનારા લોકોની વિકૃતતા સાબિત કરી રહ્યું છે.

ચેનલ પર 900 થી 3000 રૂપિયામાં સબસ્ક્રિપ્શનનું કારસ્તાન

આ નરાધમોએ માત્ર હોસ્પિટલોના જ નહીં, જિમમાં જતી મહિલાઓના વીડિયો પણ વેચવા માટે મુક્યા છે. બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવીને પણ વીડિયો રેકોર્ડ કરાયા છે. જિમ અને હોસ્પિટલોમાં મહિલાઓના વીડિયો રેકોર્ડ કરાય છે. સોશિયલ મીડિયા પર સબસ્ક્રિપ્શન સાથે વીડિયો વેચાય છે. આ હરકત કરનારાઓ સુધી સાઈબર ક્રાઈમ પહોંચે તે જરૂરી છે. મહિલાઓના ગુપ્ત વીડિયોના ઓનલાઈન સોદા થતા હોવાનો ખુલાસો થયો છે. આ ચેનલ પર 900 થી 3000 રૂપિયામાં સબસ્ક્રિપ્શન સાથે વીડિયો મળી જાય છે. મેઘા ડેમોઝ ગ્રુપ નામથી ટેલિગ્રામ પર વેચાય છે. ગુજરાત સહિત દેશનાં તમામ શહેરોમાં નેટવર્ક હોવાની આશંકા છે. મોલ, જિમ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળોના વીડિયોનો વ્યાપાર થાય છે. બ્યુટી પાર્લર, સલુન અને બાથરૂમના વીડિયોનો પણ વ્યાપાર થઈ રહ્યો છે. 

હોસ્પિટલના ડોક્ટરે વીડિયો હોસ્પિટલનો હોવાનું સ્વીકાર્યું

મહિલા દર્દીની સારવારના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો થયો છે. મહિલાની સારવારનો વાયરલ વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાયલ હોસ્પિટલ પહોંચીને તપાસ શરુ કરી છે. હોસ્પિટલનું ઇન્ટિરિયર વીડિયો જેવું જ છે. હોસ્પિટલના ડોક્ટરે વીડિયો હોસ્પિટલનો હોવાનું સ્વીકાર્યું છે. CCTV હેક થયાનું ડોક્ટર અમિત દવેનું રટણ કરી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશ હસી રહ્યા છે, શરમ નથી આવતી. કંઇ જ ના થયું હોય તેમ હસી હસીને જવાબ આપી રહ્યા છે. સંદેશ ન્યૂઝે પુછ્યા સવાલ હોસ્પિટલના સત્તાધીશોએ મૌન ધારણ કર્યું છે. એક્ઝામિન રૂમ CCTV કેમેરા કોણે લગાવ્યા ? ડોક્ટરની જાણ બહાર વીડિયો ઉતર્યાનો સ્ટાફે દાવો કર્યો છે. વીડીયો વાયરલ થતાં જ કેમેરો કેમ કાઢી લેવામાં આવ્યો ?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0