Rajkot: જસદણમાં આશાવર્કર બહેનોની અનેક મુદ્દે સરકારને સજ્જડ રજૂઆત,નાયબ મામલતદારને આપ્યું આવેદનપત્ર

આશાવર્કર બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી જસદણના નાયબ મામલતદારને આપ્યું આવેદનપત્રપેન્શન યોજના, બોનસ સહિતના અંદાજે 20 મુદ્દાઓની કરી રજૂઆત માંગણીઓનું નિરાકરણ લાવવા બાબતે બહેનો દ્વારા સજ્જડ રજૂઆત જસદણ તાલુકાના તમામ આશાવર્કર બહેનો તેમજ તમામ આશા ફેસિલીટેટર બહેનોએ તાલુકા સેવાસદન ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જસદણના નાયબ મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવી પગાર વધારો ઉપરાંત આશાબહેનોને ફીક્સ કર્મચારી તરીકે માન્યતા આપવા, પેન્શન યોજના, બોનસ સહિતના અંદાજે 20 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. લગભગ 20 જેટલા પેન્ડીંગ મુદ્દાઓને લઈને રજૂઆત આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લગભગ 20 જેટલા પેન્ડીંગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતમાં જણાવ્યા મુજબ, આશાબહેનો તેમજ ફેસિલીટેટર બહેનોનો પગાર વધારો, આશાબહેનોને ફીક્સ કર્મચારી તરીકે માન્યતા આપવા, પેન્શન યોજનામાં સમાવેશ કરવા, કામગીરી પરનું બોનસ વેતન, જોખમી સગર્ભાનું ઈન્સેન્ટીવ સહિતના 20 જેટલા મુદ્દે રજૂઆત કરી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત મીઝલ્સ પહેલો(0 થી 1 વર્ષ),મીઝલ્સ બીજો(1 થી 2 વર્ષ), ડીપીટી બુસ્ટર(5 થી 6 વર્ષ)ને વર્ષ 2024-25ના બજેટમાં સરકાર દ્વારા મંજુર નહીં કરાતા ઉપરોક્ત તમામ રસીકરણ કામગીરીના ચુકવણા સરકાર દ્વારા બંધ કરવામાં આવતા આશાવર્કર બહેનોને પડ્યા ઉપર પાટુ સમાન ઘાટ સર્જાયો છે. વધુમાં સરકારના રસીકરણ, પોલીયો કે અન્ય આરોગ્યલક્ષી કાર્યક્રમોના લક્ષ્યાંકો પુરા કરતા આ નિમ્નવર્ગના કર્મચારીઓએ કોરોના જેવી મહામારી સામે પણ જીવના જોખમે લડાઈ લડી લોક આરોગ્યની કામગીરી કરેલી છે. એ તમામ બાબતોને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર માનવતાનું વલણ દાખવી ઉપરોક્ત માંગણીઓનું નિરાકરણ લાવવા બાબતે બહેનો દ્વારા સજ્જડ રજૂઆત કરવામાં આવી હતી.

Rajkot: જસદણમાં આશાવર્કર બહેનોની અનેક મુદ્દે સરકારને સજ્જડ રજૂઆત,નાયબ મામલતદારને આપ્યું આવેદનપત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આશાવર્કર બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી જસદણના નાયબ મામલતદારને આપ્યું આવેદનપત્ર
  • પેન્શન યોજના, બોનસ સહિતના અંદાજે 20 મુદ્દાઓની કરી રજૂઆત
  • માંગણીઓનું નિરાકરણ લાવવા બાબતે બહેનો દ્વારા સજ્જડ રજૂઆત

જસદણ તાલુકાના તમામ આશાવર્કર બહેનો તેમજ તમામ આશા ફેસિલીટેટર બહેનોએ તાલુકા સેવાસદન ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જસદણના નાયબ મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવી પગાર વધારો ઉપરાંત આશાબહેનોને ફીક્સ કર્મચારી તરીકે માન્યતા આપવા, પેન્શન યોજના, બોનસ સહિતના અંદાજે 20 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી.

લગભગ 20 જેટલા પેન્ડીંગ મુદ્દાઓને લઈને રજૂઆત

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લગભગ 20 જેટલા પેન્ડીંગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતમાં જણાવ્યા મુજબ, આશાબહેનો તેમજ ફેસિલીટેટર બહેનોનો પગાર વધારો, આશાબહેનોને ફીક્સ કર્મચારી તરીકે માન્યતા આપવા, પેન્શન યોજનામાં સમાવેશ કરવા, કામગીરી પરનું બોનસ વેતન, જોખમી સગર્ભાનું ઈન્સેન્ટીવ સહિતના 20 જેટલા મુદ્દે રજૂઆત કરી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.

ઉપરાંત મીઝલ્સ પહેલો(0 થી 1 વર્ષ),મીઝલ્સ બીજો(1 થી 2 વર્ષ), ડીપીટી બુસ્ટર(5 થી 6 વર્ષ)ને વર્ષ 2024-25ના બજેટમાં સરકાર દ્વારા મંજુર નહીં કરાતા ઉપરોક્ત તમામ રસીકરણ કામગીરીના ચુકવણા સરકાર દ્વારા બંધ કરવામાં આવતા આશાવર્કર બહેનોને પડ્યા ઉપર પાટુ સમાન ઘાટ સર્જાયો છે. વધુમાં સરકારના રસીકરણ, પોલીયો કે અન્ય આરોગ્યલક્ષી કાર્યક્રમોના લક્ષ્યાંકો પુરા કરતા આ નિમ્નવર્ગના કર્મચારીઓએ કોરોના જેવી મહામારી સામે પણ જીવના જોખમે લડાઈ લડી લોક આરોગ્યની કામગીરી કરેલી છે. એ તમામ બાબતોને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર માનવતાનું વલણ દાખવી ઉપરોક્ત માંગણીઓનું નિરાકરણ લાવવા બાબતે બહેનો દ્વારા સજ્જડ રજૂઆત કરવામાં આવી હતી.