Rajkot: ગણેશ ગોંડલના ફરિયાદી રાજુ સોલંકીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપીને રાજકોટની સેશન કોર્ટમાં રજુ કરવામાં આવ્યો 5 દિવસના રિમાન્ડની માંગ સાથે રાજુ સોલંકીને રજૂ કર્યો સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર ગણેશ ગોંડલના ફરિયાદી રાજુ સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. રાજુ સોલંકી સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજુ સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. સોલંકી સહિત ચાર લોકોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પાંચમો આરોપી હાલ અન્ય ગુન્હામાં જેલમાં છે. રાજુ સોલંકી સહિતના લોકો 15 ઓગસ્ટે અર્ધ નગ્ન થઈને મુસ્લિમ ધર્મ અપનાવવાના હતા. જેના કારણે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે. રાજુ સોલંકીના વકીલનું નિવેદન સોલંકીના વકીલ દિનેશ પાતરે નિવેદન આપતા જણાવ્યું કે, રાજુ સોલંકી અને તેમના સહિત ચાર વ્યક્તિઓએ અગાઉ ગુનો કર્યો હતો તો હવે કેમ પોલીસ કાર્યવાહી કરવામાં આવી. પોલીસ દ્વારા કિન્નાખોરી રાખીને રાજુ સોલંકી અને તેમના પરિવારજનોની ધરપકડ કરવામાં આવી છે. સોલંકીએ જયરાજસિંહના પુત્ર વિરુદ્ધ કેસ કર્યો છે માટે સરકારે કિન્નાખોરી રાખીને આવા કેસ કર્યા છે. ગણેશ ગોંડલ દ્વારા સંજય સોલંકીને માર મારવાનો આરોપ રાજ્યમાં હાલ ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના દલિત સમાજના યુવક સંજય સોલંકીને મારવાનો કેસ ચર્ચામાં છે. આ કેસમાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે. ત્યારે હવે જૂનાગઢથી મહત્વના સમાચાર જોવા મળી રહ્યા છે. સંજય સોલંકી અને તેના પિતા દલિત આગેવાન રાજુ સોલંકીની ગેંગ વિરૂદ્ધ ગુનાહિત ઇતિહાસ આધારે ગુજસીટોક (GUJCTOC)નો ગુનો દાખલ કરાયો હતો. રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત કુલ 5 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. રાજુ સોલંકી સહિત ચાર આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. રાજુ સોલંકી સહિત ચારની અટકાયત કરવામાં આવી પોલીસના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકી સહિત કુલ 5 લોકો વિરૂદ્ધ GUJCTOC ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી રાજુ સોલંકી સહિત ચારને રાઉન્ડ અપ કરાયા છે. પ્રદીપ ટૉકીઝ ખાડિયા વિસ્તારમાંથી આરોપીઓને પકડવામાં આવતા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ડર ફેલાઈ ગયો છે. ખૂનની કોશિશ, ધાક ધમકી, ચોરી, લૂંટ સહિતના ગુના બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરીને કોર્ટમાં રજૂ કરાયા છે. કોની કોની સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો? પોલીસના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી, પુત્ર દેવ સોલંકી, ભાણેજ યોગેશ બગડા અને ભાઈ જયેશ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જયેશ સોલંકી પૂર્વેથી હત્યાની કોશિશના કલમ 307ના ગુના હેઠળ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. રાજુ સોલંકી વિરૂદ્ધ અલગ અલગ 12 ગુના દાખલ છે. જયેશ બગડા સામે 9 ગુના, દેવ સોલંકી સામે 2 ગુના, યોગેશ 3 ગુના અને સંજુ સોલંકી વિરુદ્ધ પણ 6 જેટલા ગુના દાખલ છે. એક જ પરિવારના સભ્યો છે. આ તમામ વ્યક્તિઓએ સંગઠીત ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃતિઓ કરતા હોવાનો આરોપ લાગ્યો છે.

Rajkot: ગણેશ ગોંડલના ફરિયાદી રાજુ સોલંકીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપીને રાજકોટની સેશન કોર્ટમાં રજુ કરવામાં આવ્યો
  • 5 દિવસના રિમાન્ડની માંગ સાથે રાજુ સોલંકીને રજૂ કર્યો
  • સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

ગણેશ ગોંડલના ફરિયાદી રાજુ સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. રાજુ સોલંકી સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


રાજુ સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. સોલંકી સહિત ચાર લોકોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પાંચમો આરોપી હાલ અન્ય ગુન્હામાં જેલમાં છે. રાજુ સોલંકી સહિતના લોકો 15 ઓગસ્ટે અર્ધ નગ્ન થઈને મુસ્લિમ ધર્મ અપનાવવાના હતા. જેના કારણે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે.

રાજુ સોલંકીના વકીલનું નિવેદન

સોલંકીના વકીલ દિનેશ પાતરે નિવેદન આપતા જણાવ્યું કે, રાજુ સોલંકી અને તેમના સહિત ચાર વ્યક્તિઓએ અગાઉ ગુનો કર્યો હતો તો હવે કેમ પોલીસ કાર્યવાહી કરવામાં આવી. પોલીસ દ્વારા કિન્નાખોરી રાખીને રાજુ સોલંકી અને તેમના પરિવારજનોની ધરપકડ કરવામાં આવી છે. સોલંકીએ જયરાજસિંહના પુત્ર વિરુદ્ધ કેસ કર્યો છે માટે સરકારે કિન્નાખોરી રાખીને આવા કેસ કર્યા છે.

ગણેશ ગોંડલ દ્વારા સંજય સોલંકીને માર મારવાનો આરોપ

રાજ્યમાં હાલ ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના દલિત સમાજના યુવક સંજય સોલંકીને મારવાનો કેસ ચર્ચામાં છે. આ કેસમાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે. ત્યારે હવે જૂનાગઢથી મહત્વના સમાચાર જોવા મળી રહ્યા છે. સંજય સોલંકી અને તેના પિતા દલિત આગેવાન રાજુ સોલંકીની ગેંગ વિરૂદ્ધ ગુનાહિત ઇતિહાસ આધારે ગુજસીટોક (GUJCTOC)નો ગુનો દાખલ કરાયો હતો. રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત કુલ 5 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. રાજુ સોલંકી સહિત ચાર આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.

રાજુ સોલંકી સહિત ચારની અટકાયત કરવામાં આવી

પોલીસના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકી સહિત કુલ 5 લોકો વિરૂદ્ધ GUJCTOC ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી રાજુ સોલંકી સહિત ચારને રાઉન્ડ અપ કરાયા છે. પ્રદીપ ટૉકીઝ ખાડિયા વિસ્તારમાંથી આરોપીઓને પકડવામાં આવતા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ડર ફેલાઈ ગયો છે. ખૂનની કોશિશ, ધાક ધમકી, ચોરી, લૂંટ સહિતના ગુના બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરીને કોર્ટમાં રજૂ કરાયા છે.

કોની કોની સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો?

પોલીસના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી, પુત્ર દેવ સોલંકી, ભાણેજ યોગેશ બગડા અને ભાઈ જયેશ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જયેશ સોલંકી પૂર્વેથી હત્યાની કોશિશના કલમ 307ના ગુના હેઠળ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. રાજુ સોલંકી વિરૂદ્ધ અલગ અલગ 12 ગુના દાખલ છે. જયેશ બગડા સામે 9 ગુના, દેવ સોલંકી સામે 2 ગુના, યોગેશ 3 ગુના અને સંજુ સોલંકી વિરુદ્ધ પણ 6 જેટલા ગુના દાખલ છે. એક જ પરિવારના સભ્યો છે. આ તમામ વ્યક્તિઓએ સંગઠીત ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃતિઓ કરતા હોવાનો આરોપ લાગ્યો છે.