Rajkotમા લાંચિયા અધિકારી અનિલ મારૂના ટેબલ પરથી વધુ 50 હજાર મળી આવ્યા

મનપાના ચીફ ફાયર ઓફિસર લાંચ કેસમાં ઝડપાયા હતા ACBની તપાસમાં ટેબલ પરથી રૂ. 50 હજાર મળ્યા અધિકારી અનિલ મારુએ 139 ફાયર NOC કાઢી હતી રાજકોટમાં મનપાના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા,એસીબીની તપાસ દરમિયાન ટેબલ પરથી વધુ 50 હજાર ઝડપાયા છે,48 કલાક બાદ અનિલ મારૂને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શકયતાઓ છે,ભુજ ACBને અનિલ મારુના ઘરમાંથી કશું મળ્યુ નથી,હાલ અનિલ મારૂ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે,જેમની NOC કાઢી હતી તેમના નિવેદન પણ લેવાશે. 193 ફાયર એનઓસી કાઢી મનપાના ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાની ઘટનામાં એસીબી અલગ-અલગ રીતે તપાસ કરી છે,લાંચિયા ઓફીસરના ટેબલ પરથી રૂપિયા મળતા પોલીસ પણ ધંધે લાગી હતી,જે લોકોની એનઓસી કાઢી છે તે તમામ લોકોને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે સાથે સાથે તેમના નિવેદન પણ લેવામાં આવશે,કોણે કેટલા રૂપિયા આ અધિકારીને આપ્યા છે તેને લઈ નિવેદન પણ લેવામા આવશે,૪૩ દિવસના કાર્યકાળમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુંએ ૧૩૯ ફાયર NOC કાઢી હતી. ગઈકાલે ઝડપાયો હતો અધિકારી અનિલ મારુંએ સુધરવાના બદલે લાંચિયો વહીવટ શરૂ કર્યો હતો. અનિલ મારુંના વતન કુકમા ગામે પણ ACBની કાર્યવાહી શરૂ થઇ છે. કુકમા ગામે ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં મોટા ખુલાસા થઇ શકે છે. 2 વર્ષ અગાઉ મારુંના સરપંચ ભાભી લાંચ લેતા ઝડપાયા હતા. અગાઉ મારુંના ભાભી-ભાઇ પણ લાંચ લેતા ઝડપાયા હતા. રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુંની લાંચ લેવા મામલે ધરપકડ થઇ છે. જેમાં 2 વર્ષ પહેલા લાંચ લેવા મામલે અનિલ મારુંના કુકમા ગામના સરપંચ ભાભી અને ભાઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા ત્યારે પણ ચર્ચાઓ થઇ હતી. અધિકારી હપ્તાથી લાંચ લેતો હતો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે ચીફ ફાયર ઓફિસર હપ્તાથી લાંચ લેતો હતો,રકમ મોટી હોવાથી એક સાથે લાંચ લેવાની હિંમત થતી ન હોવાથી અરજદારો પાસે હપ્તા સિસ્ટમ કરાવી હતી,એક હપ્તો પૂર્ણ થયો હતો,બીજો હપ્તો આવે એ પહેલા એસીબીએ આરોપીને ઝડપી લીધો હતો.બેન્ક ખાતાની પણ પોલીસ તપાસ કરી છે,હજી સુધી કોઈ વધુ રૂપિયા કે સોનું આ આરોપી પાસેથી મળી આવ્યું નથી.

Rajkotમા લાંચિયા અધિકારી અનિલ મારૂના ટેબલ પરથી વધુ 50 હજાર મળી આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મનપાના ચીફ ફાયર ઓફિસર લાંચ કેસમાં ઝડપાયા હતા
  • ACBની તપાસમાં ટેબલ પરથી રૂ. 50 હજાર મળ્યા
  • અધિકારી અનિલ મારુએ 139 ફાયર NOC કાઢી હતી

રાજકોટમાં મનપાના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા,એસીબીની તપાસ દરમિયાન ટેબલ પરથી વધુ 50 હજાર ઝડપાયા છે,48 કલાક બાદ અનિલ મારૂને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શકયતાઓ છે,ભુજ ACBને અનિલ મારુના ઘરમાંથી કશું મળ્યુ નથી,હાલ અનિલ મારૂ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે,જેમની NOC કાઢી હતી તેમના નિવેદન પણ લેવાશે.

193 ફાયર એનઓસી કાઢી

મનપાના ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાની ઘટનામાં એસીબી અલગ-અલગ રીતે તપાસ કરી છે,લાંચિયા ઓફીસરના ટેબલ પરથી રૂપિયા મળતા પોલીસ પણ ધંધે લાગી હતી,જે લોકોની એનઓસી કાઢી છે તે તમામ લોકોને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે સાથે સાથે તેમના નિવેદન પણ લેવામાં આવશે,કોણે કેટલા રૂપિયા આ અધિકારીને આપ્યા છે તેને લઈ નિવેદન પણ લેવામા આવશે,૪૩ દિવસના કાર્યકાળમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુંએ ૧૩૯ ફાયર NOC કાઢી હતી.

ગઈકાલે ઝડપાયો હતો અધિકારી

અનિલ મારુંએ સુધરવાના બદલે લાંચિયો વહીવટ શરૂ કર્યો હતો. અનિલ મારુંના વતન કુકમા ગામે પણ ACBની કાર્યવાહી શરૂ થઇ છે. કુકમા ગામે ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં મોટા ખુલાસા થઇ શકે છે. 2 વર્ષ અગાઉ મારુંના સરપંચ ભાભી લાંચ લેતા ઝડપાયા હતા. અગાઉ મારુંના ભાભી-ભાઇ પણ લાંચ લેતા ઝડપાયા હતા. રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુંની લાંચ લેવા મામલે ધરપકડ થઇ છે. જેમાં 2 વર્ષ પહેલા લાંચ લેવા મામલે અનિલ મારુંના કુકમા ગામના સરપંચ ભાભી અને ભાઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા ત્યારે પણ ચર્ચાઓ થઇ હતી.

અધિકારી હપ્તાથી લાંચ લેતો હતો

સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે ચીફ ફાયર ઓફિસર હપ્તાથી લાંચ લેતો હતો,રકમ મોટી હોવાથી એક સાથે લાંચ લેવાની હિંમત થતી ન હોવાથી અરજદારો પાસે હપ્તા સિસ્ટમ કરાવી હતી,એક હપ્તો પૂર્ણ થયો હતો,બીજો હપ્તો આવે એ પહેલા એસીબીએ આરોપીને ઝડપી લીધો હતો.બેન્ક ખાતાની પણ પોલીસ તપાસ કરી છે,હજી સુધી કોઈ વધુ રૂપિયા કે સોનું આ આરોપી પાસેથી મળી આવ્યું નથી.