Surat SOGએ શાળા-કોલેજ નજીક પાનપાર્લર પર ડ્રગ્સના વેચાણની આશંકાને લઈ ચેકિંગ કર્યુ
સ્કૂલ-કોલેજ નજીકના પાનપાર્લર પર ચેકિંગ ડ્રગ્સના વેચાણની શંકાને લઈ ચેકિંગ હાથ ધરાયું મનપાની ટીમને પણ રખાઈ સાથે સુરત એસઓજી પોલીસ દ્રારા આજે સવારના સમયે શાળા કોલેજ નજીક આવેલા પાન-પાર્લર પર ડ્રગ્સના વેચાણની આશંકાને લઈ ચેકિંગ હાથધર્યુ હતુ.ગુટખા, સિગારેટ વેચતા પાનના ગલ્લા રોડ પરથી દૂર કરાયા કરાયા હતા.વેપારીઓના પાન ગલ્લાની અંદર જઈ પોલીસ તપાસ હાથધરી હતી,આ ચેકિંગ દરમિયાન મનપાની ટીમ પણ સાથે હતી. વેપારીઓમાં ફેલાયો ગભરાહટ સમગ્ર ઘટનામાં પોલીસના ચેકિંગને લઈ અમુક વેપારીઓમાં ગભરાહટ ફેલાયો હતો,પોલીસનું કહેવું છે કે,શાળાની અથવા કોલેજની આસપાસ ડ્રગ્સનું વેચાણ થતુ હોય તેવી બાતમીના આધારે આ ચેકિંગ કરવામાં આવ્યું હતુ.રોડ પર જે ગલ્લા હતા તે ગલ્લા મનપા દ્રારા દૂર કરવામાં આવ્યા હતા.તો પોલીસ દ્રારા વેપારીઓની પૂછપરછ પણ કરાઈ હતી,હાલ આ ઘટનામાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.અને કોઈ કેસ પણ કરવામાં આવ્યો નથી પરંતુ વેપારીઓને સ્થળ પર દંડ વસૂલ કરવામા આવ્યો છે. ડ્રગ્સને લઈ અભિયાન સુરતમા ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ,પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્રાર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે,ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સ્કૂલ-કોલેજ નજીકના પાનપાર્લર પર ચેકિંગ
- ડ્રગ્સના વેચાણની શંકાને લઈ ચેકિંગ હાથ ધરાયું
- મનપાની ટીમને પણ રખાઈ સાથે
સુરત એસઓજી પોલીસ દ્રારા આજે સવારના સમયે શાળા કોલેજ નજીક આવેલા પાન-પાર્લર પર ડ્રગ્સના વેચાણની આશંકાને લઈ ચેકિંગ હાથધર્યુ હતુ.ગુટખા, સિગારેટ વેચતા પાનના ગલ્લા રોડ પરથી દૂર કરાયા કરાયા હતા.વેપારીઓના પાન ગલ્લાની અંદર જઈ પોલીસ તપાસ હાથધરી હતી,આ ચેકિંગ દરમિયાન મનપાની ટીમ પણ સાથે હતી.
વેપારીઓમાં ફેલાયો ગભરાહટ
સમગ્ર ઘટનામાં પોલીસના ચેકિંગને લઈ અમુક વેપારીઓમાં ગભરાહટ ફેલાયો હતો,પોલીસનું કહેવું છે કે,શાળાની અથવા કોલેજની આસપાસ ડ્રગ્સનું વેચાણ થતુ હોય તેવી બાતમીના આધારે આ ચેકિંગ કરવામાં આવ્યું હતુ.રોડ પર જે ગલ્લા હતા તે ગલ્લા મનપા દ્રારા દૂર કરવામાં આવ્યા હતા.તો પોલીસ દ્રારા વેપારીઓની પૂછપરછ પણ કરાઈ હતી,હાલ આ ઘટનામાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.અને કોઈ કેસ પણ કરવામાં આવ્યો નથી પરંતુ વેપારીઓને સ્થળ પર દંડ વસૂલ કરવામા આવ્યો છે.
ડ્રગ્સને લઈ અભિયાન
સુરતમા ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ,પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્રાર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે,ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.