Rajkotમાં સોની વેપારીએ દાગીના બનાવવા 1100 ગ્રામ સોનું આપ્યું અને....કારીગરો છૂમંતર...

Feb 14, 2025 - 10:30
Rajkotમાં સોની વેપારીએ  દાગીના બનાવવા 1100 ગ્રામ સોનું આપ્યું અને....કારીગરો છૂમંતર...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં સોની વેપારી સાથે છેતરપિંડી થઈ. સોની વેપારીનું 1100 ગ્રામ સોનુ લઈને ગઠિયા છૂમંતર થઈ ગયા. વેપારીએ બંગાળી કારીગરોને દાગીના બનાવવા આપ્યા હતા. અને દાગીના બનાવવાના બદલે બંગાળી કારીગરો લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થઈ ગયા. સોની વેપારીએ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.

વેપારીએ દાગીના બનાવવા આપ્યું સોનુ

અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સોના-ચાંદીની માંગમાં વધારો થયો છે. વેપારીઓને ત્યાં લગ્નસરાની સિઝનને પગલે ગ્રાહકોની ભારે ભીડ રહેતી હોય છે. અનેક ગ્રાહકો તૈયાર દાગીના લેતા હોય છે તો કેટલાક ગ્રાહકો પોતાની પસંદ મુજબ દાગીના સોની વેપારી પાસેથી ઘડાવતા હોય છે. સોનાના દાગીનાના વેપારી પ્રસન્ન રાણપરાએ પણ દાગીના બનાવવા બંગાળી કારીગરોને આપ્યા. શહેરમાં આવેલ બંગાળી કારીગરની ત્રિપુટીને સોની વેપારીએ 1100 ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું.

કારીગરો કળા કરી ગયા

ત્યારબાદ સોની વેપારી પ્રસન્ન રાણપરાએ દાગીના તૈયાર થયા છે કે નહીં તેની તપાસ કરી. પ્રસન્ન રાણપરાએ દાગીના આપ્યા હતા તે બંગાળી કારીગરો એક મકાનમાં સાથે રહેતા હતા. વેપારી જ્યારે દાગીના ઘડાયા છે કે નહીં તેની તપાસ કરવા બંગાળી કારીગરોના મકાને પંહોચ્યા ત્યારે મકાન ખાલી હતું.આસપાસના લોકોને પૂછપરછ કરતાં ખબર પડી કે ત્રણેય બંગાળી કારીગરો 4 દિવસ પહેલા પોતાનું મકાન વેચી નાખ્યું હતું.

પોલીસમાં ફરિયાદ

1100 ગ્રામ સોનુ વેપારીએ દાગીના બનાવવા આપ્યું હતું અને કારિગરો પરત કરવાના બદલે છૂમંતર થઈ ગયા. 1100 ગ્રામ સોનું લઈ ઓળવી બંગાળી ત્રિપુટી ફરાર થઈ જતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોધાઈ. પોલીસે ફરિયાદના આધારે બંગાળી કારીગર તપસ દાસ, રાજીબ દાસ અને સોવિકને શોધવા તજવીજ હાથ ધરી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0