Rajkotમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા બાળકો થયા ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં સ્કૂલ બસચાલકે અકસ્માત સર્જતા દોડધામ મચી હતી સાથે સાથે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસે અકસ્માત સર્જયો હતો જેના કારણે વિધાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને બસ ધડાકાભેર વીજપોલ સાથે અથડાઈ હતી જેના કારણે વીજપોલ નમી ગયો હતો અને બસનો આગળનો કાચ તૂટીને નમી ગયો હતો.પોલીસે હાથધરી છે તપાસ.
બસચાલકે એક્ટિવાચાલકને અડફેટે લીધો
આ સમગ્ર ઘટનામાં વાલીઓ પણ ચિંતામાં મૂકાયા હતા અને બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા,અકસ્માતમાં વીજ ધરાશાયી થતા આસપાસ વીજળી પણ ગુલ થવાની સમસ્યા સર્જાઈ હતી સાથે સાથે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ હાથધરી હતી તો કણકોટના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો બીજી તરફ ટ્રાફિક પોલીસ અને તાલુકા પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે,ઇનોવેટિવ સ્કૂલની બસનો થયો છે અકસ્માત.
ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો
સમગ્ર ઘટનામાં પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરી હતી અને તેમાં સામે આવ્યું કે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ઘટના બની હતી.અકસ્માતમાં મહિલા અને 3 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા તો બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને સામાન્ય ઈજાગ્રસ્ત હોવાથી અમુક બાળકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.પોલીસે વાલીઓ અને ડ્રાઈવરના નિવેદનો નોંધી શાળાને જાણ કરી છે,પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
What's Your Reaction?






