Rajkotમાં લીલા તોરણે આવેલી જાન અટકી પડી ! સમૂહના લગ્નના આયોજકો ફરાર

Feb 22, 2025 - 10:30
Rajkotમાં લીલા તોરણે આવેલી જાન અટકી પડી ! સમૂહના લગ્નના આયોજકો ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કયારેય એવું સાંભળ્યું નહી હોય કે જાન આવી હોય અને વરઘોડીયા રઝળી પડયા હોય પરંતુ આવી એક ઘટના રાજકોટમાં બની છે,જેમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન આજે હતા અને આજના દિવસે જેણે સમૂહ લગ્નનું આયોજન કર્યુ હતુ તે જ આયોજકો ફરાર થયા,જેના કારણે જાન લઈને આવેલા લોકો હેરાન થઈ ગયા છે અને રસ્તે રઝળી પડયા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.

રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા

રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ જાન જાણે લીલા તોરણે પરત ફરવાની હોય તેવો વારો આવ્યો છે,લગ્નના મંડપમાં જાનૈયાઓ અને વર-વધુ પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો કોઈ વ્યવસ્થા જ હતી નહી અને આયોજકો ફરાર થઈ ગયા હતા,લગ્નનને લઈ નોંધણી કરાવનારાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે,આયોજકો ના આવતા લગ્ન અટકી પડયા છે,28 યુગલોના સમૂહ લગ્નનું કરાયું હતું આયોજન.

આયોજકો ફરાર થતા પોલીસ બોલાવી

લગ્ન કરવા માટે જાનૈયાઓ પહોંચી તો ગયા પણ મહત્વની વાત તો એ છે કે ત્યાં કોઈ આયોજકો જ હાજર ન હતા,તમામ જાનૈયાઓ એક બીજાના મોઢા જોઈ રહ્યાં હતા અને કન્યા રડવા લાગી હતી,માતા-પિતાનો આક્ષેપ છે કે પહેલા 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા,હવે કોણ લગ્ન કરાવશે તે મોટો સવાલ છે,ચલો ફેરા તો ફરી લેવાશે પણ જમણવારની વ્યવસ્થા શું અને કરિયાવરની વ્યવસ્થા શું રહેશે તેને લઈ સવાલો ઉભા થયા છે.માધાપર ચોકડી પાસે આ સમૂહ લગ્ન યોજાયો છે.

જાણો કોણે યોજયો હતો લગ્નનો પ્રસંગ

માધાપર ચોકડી અને બેડી ચોકડી પાસે આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા,તો ચંદ્રેશ છત્રોલા,દિપક હિરાણી,દિલીપ ગોહેલ દ્વારા આ પ્રસંગનું આયોજન કરાયું હોવાની વાત સામે આવી છે.પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે,વરરાજા અને વધુને કોણ ફેરા ફેરવશે તેને લઈ હાલમાં ચર્ચામાં ચાલી રહી છે.એન વી ઈવેન્ટના નામથી રસીદ આપવામાં આવતી હતી.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0