Rajkotમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વ્યાજખોરીના સકંજામાં, ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, ત્યારે તેમાં હવે સત્તાધારી પક્ષના જ નેતાનું નામ ઉછળતા ભારે ચર્ચા જાગી છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી સામે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પૂર્વ કોર્પોરેટર અને પીડિત વચ્ચેની વાતચીતનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના કારણે રાજકીય અને સામાજિક બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મહિને 60 હજાર વ્યાજ વસૂલાતું હોવાનો આક્ષેપ
આ મામલે વિગતવાર માહિતી આપતા અરજદાર અને ફરિયાદી અમિત જાવિયા, કે જેઓ ખુદ ભાજપના જ સક્રિય કાર્યકર્તા છે, તેમણે જણાવ્યું હતું કે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા તેમની પાસેથી ઊંચા વ્યાજે નાણાં વસૂલવામાં આવી રહ્યા હતા. ફરિયાદીના આક્ષેપ મુજબ, તેઓ અગાઉ 20 લાખ રૂપિયા સામે કુલ 42 લાખ રૂપિયા ચૂકવી ચૂક્યા છે, છતાં વ્યાજખોરોની લાલસા અટકી નથી અને તેઓ દ્વારા વધુ 15 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ કેસમાં દર મહિને 60 હજાર રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે વસૂલવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ કમિશનર સમક્ષ લેખિત અરજી રજૂ
પોતાની સાથે થયેલી આર્થિક છેતરપિંડી અને માનસિક ત્રાસથી કંટાળીને ભાજપના જ કાર્યકર્તા અમિત જાવિયાએ હિંમત દાખવીને રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ સત્તાવાર રીતે લેખિત અરજી દાખલ કરી છે અને ન્યાયની માંગ કરી છે. એક તરફ સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ખુદ શાસક પક્ષના પૂર્વ કોર્પોરેટર પર જ આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. આ વાયરલ ઓડિયો અને અરજીના આધારે પોલીસે કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેના કારણે આગામી દિવસોમાં પૂર્વ કોર્પોરેટરની મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો : Vadodaraમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર કુખ્યાત હિસ્ટ્રીશીટર સળિયા પાછળ, અમદાવાદનો ગોવિંદ નટ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

