Rajkotમાં બાળકની ચિંતા વચ્ચે રેલવે પોલીસ ઘસઘસાટ ઊંઘમાં? 24 કલાક પછી આવજો' કહી હાથ ખંખેર્યા

Nov 21, 2026 - 19:30
Rajkotમાં બાળકની ચિંતા વચ્ચે રેલવે પોલીસ ઘસઘસાટ ઊંઘમાં? 24 કલાક પછી આવજો' કહી હાથ ખંખેર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં રેલવે પોલીસ (Railway Police) ની કામગીરી અને સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ, એક અજાણ્યા નંબર પરથી બાળકનો ફોન આવ્યો હતો અને તેને ટ્રેનમાં દ્વારકા (Dwarka) જવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ભારે ચિંતિત બનેલો પરિવાર મદદની આશા સાથે રેલવે પોલીસ મથકે (Railway Police Station) પહોંચ્યો હતો, પરંતુ આક્ષેપ છે કે પરિવારને તાત્કાલિક મદદ કરવાને બદલે 24 કલાક (24 Hours) રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.

બ્લેન્કેટ ઓઢીને ઊંઘતા પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ

આ સમગ્ર મામલામાં નોકરી દરમિયાન બ્લેન્કેટ ઓઢીને ઊંઘતા પોલીસકર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકની સલામતી અને ભવિષ્ય જોખમાય તેવી સંવેદનશીલ સ્થિતિમાં પણ ફરજ પર હાજર સ્ટાફની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. મુશ્કેલીના સમયે મદદની આશા લઈને પહોંચેલા પરિવાર સાથે થયેલા આ વર્તનને પગલે રેલવે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.

==" target="_blank"> ==

સંવેદનશીલ મામલામાં ત્વરિત કાર્યવાહીની માંગ: તંત્રના વલણ પર સૌની નજર

બાળકને અજાણ્યા નંબર પરથી ફોન આવવો અને ટ્રેનમાં દ્વારકા જવાની વાત સામે આવતા પરિવારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. આવા સંજોગોમાં પોલીસ પાસે ત્વરિત અને જવાબદાર કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ 24 કલાક રાહ જોવાનું કહેવાના આક્ષેપ અને વાયરલ વીડિયોએ તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. હવે આ મામલે ઉચ્ચ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : Mahisagarમાં સરકારી નોકરીના નામે છેતરપિંડી, 58 ઉમેદવારો પાસેથી રૂ. 11.20 લાખ ઉઘરાવ્યાનો આક્ષેપ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0