Rajkotમાં પાટીદાર રેલીમાં મનોજ પનારાનું નિવેદન 'લવ મેરેજમાં પાટીદાર દીકરીઓ વધુ ભોગ બને છે'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં યોજાયેલી પાટીદાર સમાજની રેલીમાં પાટીદાર સમાજના કન્વીનર મનોજ પનારાએ લવ મેરેજ અને સમાજની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતું મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરીઓ લવ મેરેજમાં ભોગ બને છે. તેમના આ નિવેદને સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. મનોજ પનારાએ જણાવ્યું કે પાટીદાર સમાજ ભોળો અને સીધો સાદો છે. તેથી જ તેમને ટાર્ગેટ કરવામાં આવે છે.
પાટીદાર સમાજના કન્વીનર મનોજ પનારાનું નિવેદન
તેમણે અન્ય કેટલાક સમાજોનો ઉલ્લેખ કરતા કહ્યું કે અન્ય શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઊંચી કરીને પણ જોતા નથી. કારણ કે તેમને ખબર છે કે ત્યાં ટાંટિયા ભાંગી જશે. આ નિવેદન દ્વારા તેમણે સમાજની દીકરીઓની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આ રેલીમાં વરુણ પટેલે પણ તીખા તેવર બતાવ્યા હતા. તેમણે સરકારને પરોક્ષ રીતે ચેતવણી આપતા કહ્યું કે ગુજરાતની સરકાર ખૂબ જ હોશિયાર છે.
વરૂણ પટેલે પણ બતાવ્યા તીખા તેવર
તેમને ખબર છે કે અમારી માંગ સ્વીકારવી જોઈએ. અમારા બાયોડેટા તેમની પાસે છે. સરકાર પાસે આઈબી છે અને ઇનપુટ પણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આજે અહીંયા જે ટોળું છે તે કાલે આખા ગુજરાતમાં ભેગું થઈ શકે છે. જે સરકારને સમાજની એકતા અને શક્તિનો અંદાજ આપવા માટેનું નિવેદન હતું. આ રેલી અને નિવેદનોએ પાટીદાર સમાજની એકતા અને તેમની માંગણીઓને ફરી એકવાર રાજકીય મોરચે લાવી દીધી છે.
What's Your Reaction?






