Rajkotની Unicare Hospital પર આક્ષેપ,જે પગમાં ઈજા ન હતી તેનુ ડોકટરેઓપરેશન કર્યું

યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ પોલીસમાં થઈ અરજી સામાન્ય ઇજામાં ડોક્ટરે ઓપરેશન કરતા દર્દીએ લગાવ્યો આક્ષેપ જે પગમાં ઇજા નહોતી તે પગનું ઓપરેશન કર્યાના આક્ષેપ રાજકોટની યુનિકેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે,જેમાં દર્દીએ ડોકટર પર આક્ષેપ લગાવ્યા છે કે,જે પગમાં ઈજા ન હતી તે પગનું ઓપરેશન ડોકટર દ્રારા કરી દેવામાં આવ્યું છે.જેના કારણે દર્દીએ પોલીસ સ્ટેશનમાં ડોકટર વિરુદ્ધ અરજી આપી છે. યુવતીને ડાબા પગે હતી ઈજા રાજકોટમાં યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે,જેમાં યુવતીને અકસ્માત થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.યુવતીનો આક્ષેપ છે કે,તેને ડાબા પગમાં સામન્ય ઈજા થઈ હતી,તો ડોકટર દ્રારા જમણા પગનુ ઓપરેશન કરાતા હોસ્પિટલમાં યુવતીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો,સમગ્ર ઘટનાને લઈ ડોકટરનુ કોઈ નિવેદન સામે આવ્યું નથી,તો યુવતીના પરિવારજનોએ હોસ્પિટલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. પોલીસે હાથધરી તપાસ યુવતીએ અરજી કરતા પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,ડોકટરને પણ બોલાવી તેમની પૂછપરછ હાથધરવામાં આવી છે.ત્યારે આ સમગ્ર ઘટનામાં કોનો વાંક સામે આવે છે તે જોવું રહ્યું. 8 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી હતી વિવાદમાં રાજકોટ સિવિલમાં ગત તા. 19 જાન્યુઆરીના રોજ ટ્રોમા સેન્ટરના ત્રીજા માળે દાખલ 62 વર્ષના દર્દીને O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરે સારવાર દરમિયાન બેદરકારી દાખવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ બાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા તપાસ કમિટી રચવામાં આવી હતી અને એનો રિપોર્ટ આવતાં જ ડોક્ટર ચિરાગ વાઘેલાને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 16 માર્ચ 2024ના રોજ ખાનગી હોસ્પિટલની મહિલા ડોકટર વિવાદમાં આવી હતી રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં રાત્રે પ્રસુતાને ચેકઅપ માટે નજીકમાં આવેલ વિવાદાસ્પદ મહિલા ડોકટરને ત્યાં લઈ જવામાં આવી હતી ત્યારે મહિલા ડોકટર ગાયનેકલોજીસ્ટ ન હોવા છતાં સિઝરીયન કરી નાખતાં પ્રસુતાનું હોસ્પિટલના બીછાને જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નવજાત બાળકીને ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવી પોલીસને જાણ કરતાં મોડીરાત્રે પોલીસ કાફલા ઘટના સ્થળે દોડી જઈ વિવાદાસ્પદ મહિલા તબીબ સામે સાપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથધરી હતી.

Rajkotની Unicare Hospital પર આક્ષેપ,જે પગમાં ઈજા ન હતી તેનુ ડોકટરેઓપરેશન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ પોલીસમાં થઈ અરજી
  • સામાન્ય ઇજામાં ડોક્ટરે ઓપરેશન કરતા દર્દીએ લગાવ્યો આક્ષેપ
  • જે પગમાં ઇજા નહોતી તે પગનું ઓપરેશન કર્યાના આક્ષેપ

રાજકોટની યુનિકેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે,જેમાં દર્દીએ ડોકટર પર આક્ષેપ લગાવ્યા છે કે,જે પગમાં ઈજા ન હતી તે પગનું ઓપરેશન ડોકટર દ્રારા કરી દેવામાં આવ્યું છે.જેના કારણે દર્દીએ પોલીસ સ્ટેશનમાં ડોકટર વિરુદ્ધ અરજી આપી છે.

યુવતીને ડાબા પગે હતી ઈજા

રાજકોટમાં યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે,જેમાં યુવતીને અકસ્માત થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.યુવતીનો આક્ષેપ છે કે,તેને ડાબા પગમાં સામન્ય ઈજા થઈ હતી,તો ડોકટર દ્રારા જમણા પગનુ ઓપરેશન કરાતા હોસ્પિટલમાં યુવતીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો,સમગ્ર ઘટનાને લઈ ડોકટરનુ કોઈ નિવેદન સામે આવ્યું નથી,તો યુવતીના પરિવારજનોએ હોસ્પિટલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.


પોલીસે હાથધરી તપાસ

યુવતીએ અરજી કરતા પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,ડોકટરને પણ બોલાવી તેમની પૂછપરછ હાથધરવામાં આવી છે.ત્યારે આ સમગ્ર ઘટનામાં કોનો વાંક સામે આવે છે તે જોવું રહ્યું.

8 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી હતી વિવાદમાં

રાજકોટ સિવિલમાં ગત તા. 19 જાન્યુઆરીના રોજ ટ્રોમા સેન્ટરના ત્રીજા માળે દાખલ 62 વર્ષના દર્દીને O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરે સારવાર દરમિયાન બેદરકારી દાખવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ બાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા તપાસ કમિટી રચવામાં આવી હતી અને એનો રિપોર્ટ આવતાં જ ડોક્ટર ચિરાગ વાઘેલાને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

16 માર્ચ 2024ના રોજ ખાનગી હોસ્પિટલની મહિલા ડોકટર વિવાદમાં આવી હતી

રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં રાત્રે પ્રસુતાને ચેકઅપ માટે નજીકમાં આવેલ વિવાદાસ્પદ મહિલા ડોકટરને ત્યાં લઈ જવામાં આવી હતી ત્યારે મહિલા ડોકટર ગાયનેકલોજીસ્ટ ન હોવા છતાં સિઝરીયન કરી નાખતાં પ્રસુતાનું હોસ્પિટલના બીછાને જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નવજાત બાળકીને ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવી પોલીસને જાણ કરતાં મોડીરાત્રે પોલીસ કાફલા ઘટના સ્થળે દોડી જઈ વિવાદાસ્પદ મહિલા તબીબ સામે સાપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથધરી હતી.