Rajkotના લોધીકામાં વિધાર્થી આપઘાત કેસ, DEOએ 3 શિક્ષકોને કર્યા સસ્પેન્ડ

રાજકોટનના લોધીકામાં થોડાક સમય પહેલા વિધાર્થીએ શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યો હતો જેને લઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી અને વિધાર્થીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતુ કે શિક્ષકોના ત્રાસથી હું આપઘાત કરી રહ્યો છે,જેને લઈ ડીઈઓની તપાસ કમિટી નિમવવામાં આવી હતી ત્યારે ડીઈઓએ સચિન વ્યાસ, મોસમી શાહ, વિભૂતિ જોશી સસ્પેન્ડ કર્યા છે.મોટાવડા માધ્યમિક સ્કૂલના વિધાર્થીએ આપઘાત કર્યો હતો અને 3 શિક્ષકો છેલ્લા 17 દિવસથી ફરાર છે સાથે સાથે ત્રણેય શિક્ષકના આગોતરા જામીન થયા છે રદ. ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટીમ બનાવવામાં આવી હતી માધ્યમિક સ્કૂલના ત્રણ શિક્ષકોના ત્રાસ અને ધમકી મામલે વિધાર્થીએ સ્યુસાઈડ કર્યુ હોવાની વાત સામે આવી હતી જેને લઈ શિક્ષણ વિભાગ દ્રારા અલગ-અલગ ટીમો બનાવીને શાળામાં તપાસ શરૂ કરવામાં આવી હતી,શાળામાં અન્ય વિધાર્થીઓના નિવેદન પણ નોંધવામાં આવશે,સાથે સાથે લોધીકા પોલીસ દ્વારા ઘટના અંગે 3 શિક્ષકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. લોધીકામાં વિધાર્થીના આપઘાત મામલે તપાસ તેજ વિધાર્થીએ સમગ્ર કેસમાં સ્યુસાઈડ નોટમા શિક્ષકોના ત્રાસની વાત કરી હતી.મોટવડાની સરકારી શાળામાં વિધાર્થી ભણતો હતો અને પરીક્ષાનું પેપર આપી તે ઘરે આવ્યો અને વીડિયો બનાવ્યો અને આપઘાત કર્યો છે.ધ્રુવિલ વારું નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ તપાસ તેજ કરી છે.શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપતા પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો પોલીસે વિધાર્થીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો અને તપાસ હાથધરી છે,જે ત્રણ ક્ષિક્ષકો છે તેમના હજી કોઈ નિવેદન લેવામાં આવ્યા નથી શાળાના આચાર્યનું નિવેદન લેવામાં આવ્યું છે,સાથે સાથે સ્યુસાઈડ નોટ પણ જપ્ત કરવામાં આવી છે,પરિવારના સભ્યોની એક જ માગ છે કે શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે,ગુજરાતના શિક્ષકો તમે પણ ભવિષ્યમાં આવી રીતે કોઈ વિધાર્થીને ડરાવતા અને ગભરાવતા નહી.

Rajkotના લોધીકામાં વિધાર્થી આપઘાત કેસ, DEOએ  3 શિક્ષકોને કર્યા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટનના લોધીકામાં થોડાક સમય પહેલા વિધાર્થીએ શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યો હતો જેને લઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી અને વિધાર્થીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતુ કે શિક્ષકોના ત્રાસથી હું આપઘાત કરી રહ્યો છે,જેને લઈ ડીઈઓની તપાસ કમિટી નિમવવામાં આવી હતી ત્યારે ડીઈઓએ સચિન વ્યાસ, મોસમી શાહ, વિભૂતિ જોશી સસ્પેન્ડ કર્યા છે.મોટાવડા માધ્યમિક સ્કૂલના વિધાર્થીએ આપઘાત કર્યો હતો અને 3 શિક્ષકો છેલ્લા 17 દિવસથી ફરાર છે સાથે સાથે ત્રણેય શિક્ષકના આગોતરા જામીન થયા છે રદ.

ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટીમ બનાવવામાં આવી હતી

માધ્યમિક સ્કૂલના ત્રણ શિક્ષકોના ત્રાસ અને ધમકી મામલે વિધાર્થીએ સ્યુસાઈડ કર્યુ હોવાની વાત સામે આવી હતી જેને લઈ શિક્ષણ વિભાગ દ્રારા અલગ-અલગ ટીમો બનાવીને શાળામાં તપાસ શરૂ કરવામાં આવી હતી,શાળામાં અન્ય વિધાર્થીઓના નિવેદન પણ નોંધવામાં આવશે,સાથે સાથે લોધીકા પોલીસ દ્વારા ઘટના અંગે 3 શિક્ષકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

લોધીકામાં વિધાર્થીના આપઘાત મામલે તપાસ તેજ

વિધાર્થીએ સમગ્ર કેસમાં સ્યુસાઈડ નોટમા શિક્ષકોના ત્રાસની વાત કરી હતી.મોટવડાની સરકારી શાળામાં વિધાર્થી ભણતો હતો અને પરીક્ષાનું પેપર આપી તે ઘરે આવ્યો અને વીડિયો બનાવ્યો અને આપઘાત કર્યો છે.ધ્રુવિલ વારું નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ તપાસ તેજ કરી છે.શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપતા પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો

પોલીસે વિધાર્થીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો અને તપાસ હાથધરી છે,જે ત્રણ ક્ષિક્ષકો છે તેમના હજી કોઈ નિવેદન લેવામાં આવ્યા નથી શાળાના આચાર્યનું નિવેદન લેવામાં આવ્યું છે,સાથે સાથે સ્યુસાઈડ નોટ પણ જપ્ત કરવામાં આવી છે,પરિવારના સભ્યોની એક જ માગ છે કે શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે,ગુજરાતના શિક્ષકો તમે પણ ભવિષ્યમાં આવી રીતે કોઈ વિધાર્થીને ડરાવતા અને ગભરાવતા નહી.