Rajkotના રેલનગરમાં વોટર ટ્રીટમેન્ટ કામગીરી પાણીમાં ગઇ
રાજકોટના રેલનગરમાં વોટર ટ્રીટમેન્ટ કામગીરી પાણીમાં ગઇ છે. જેમાં અંડરપાસમાં ખાડા પડ્યા, ખીલાસરી બહાર આવી ગઈ છે. વગર વરસાદે અંડરપાસમાં પાણીની રેલમછેલ જોવા મળી છે. ગત વર્ષે રીનોવેશન પાછળ લાખોનો ખર્ચ પાણીમાં ગયો છે. તેમાં તંત્રની નબળી અને ભ્રષ્ટ કામગીરી ખુલ્લી પડી ગઈ છે. દરરોજ હજારો લોકોને આવવા જવામાં હાલાકી પડી રહી છે. અંડરબ્રીજમાં ખાડાથી લોકો ત્રસ્ત છે રાજકોટના રેલ નગરમાં ગત વર્ષે થયેલો લાખોનો રીનોવેશન ખર્ચ પાણીમાં ગયો છે. અંડરબ્રીજમાં ખાડાથી લોકો ત્રસ્ત છે. તેમજ ખાડામાંથી સિમેન્ટ સાથે ખીલાસરી નીકળી ગઈ છે. તેમજ આસપાસની રેલવેની જમીનમાં પાણી ભરાવાને પગલે અંડરબ્રીજમાં સતત પાણીના દાંદુડા પડી રહ્યા છે. જમીનમાંથી પાણી ન નીકળે તે માટે કરવામાં આવેલી કેમિકલ ટ્રીટમેન્ટ ઉપર પણ પાણી ફરી વળ્યુ છે. રોડ રસ્તાથી લોકો ભારે પરેશાન છે, તે લોકોના રોજીંદા વ્યવહારમાં પણ જોઈ શકાય છે. હવે આ પરેશાનીથી ત્રાહિમામ પોકારી ગયેલા રાજકોટના લોકોએ ભાજપના સદસ્યતા અભિયાનને જાણે પડકારતા હોય તેમ "ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન"ની શરૂઆત કરવામાં આવી છે. રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો શોધવો પડે છે રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો શોધવો પડે છે. એક તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા " ખાડા પુરો મદદ સદસ્યતા અભિયાન "ની શરૂઆત કરવામાં આવી છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર એક ઇંચ વરસાદમાં જ વગડ ચોકડી ખાતે વરસાદી પાણી ગોઠણ સમા ભરાઈ જાય છે. તેમજ અહીંયા ખાડા એટલા છે કે, રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર ખાડા રાજ થવાના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના રેલનગરમાં વોટર ટ્રીટમેન્ટ કામગીરી પાણીમાં ગઇ છે. જેમાં અંડરપાસમાં ખાડા પડ્યા, ખીલાસરી બહાર આવી ગઈ છે. વગર વરસાદે અંડરપાસમાં પાણીની રેલમછેલ જોવા મળી છે. ગત વર્ષે રીનોવેશન પાછળ લાખોનો ખર્ચ પાણીમાં ગયો છે. તેમાં તંત્રની નબળી અને ભ્રષ્ટ કામગીરી ખુલ્લી પડી ગઈ છે. દરરોજ હજારો લોકોને આવવા જવામાં હાલાકી પડી રહી છે.
અંડરબ્રીજમાં ખાડાથી લોકો ત્રસ્ત છે
રાજકોટના રેલ નગરમાં ગત વર્ષે થયેલો લાખોનો રીનોવેશન ખર્ચ પાણીમાં ગયો છે. અંડરબ્રીજમાં ખાડાથી લોકો ત્રસ્ત છે. તેમજ ખાડામાંથી સિમેન્ટ સાથે ખીલાસરી નીકળી ગઈ છે. તેમજ આસપાસની રેલવેની જમીનમાં પાણી ભરાવાને પગલે અંડરબ્રીજમાં સતત પાણીના દાંદુડા પડી રહ્યા છે. જમીનમાંથી પાણી ન નીકળે તે માટે કરવામાં આવેલી કેમિકલ ટ્રીટમેન્ટ ઉપર પણ પાણી ફરી વળ્યુ છે. રોડ રસ્તાથી લોકો ભારે પરેશાન છે, તે લોકોના રોજીંદા વ્યવહારમાં પણ જોઈ શકાય છે. હવે આ પરેશાનીથી ત્રાહિમામ પોકારી ગયેલા રાજકોટના લોકોએ ભાજપના સદસ્યતા અભિયાનને જાણે પડકારતા હોય તેમ "ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન"ની શરૂઆત કરવામાં આવી છે.
રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો શોધવો પડે છે
રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો શોધવો પડે છે. એક તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા " ખાડા પુરો મદદ સદસ્યતા અભિયાન "ની શરૂઆત કરવામાં આવી છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર એક ઇંચ વરસાદમાં જ વગડ ચોકડી ખાતે વરસાદી પાણી ગોઠણ સમા ભરાઈ જાય છે. તેમજ અહીંયા ખાડા એટલા છે કે, રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર ખાડા રાજ થવાના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.