Rajkotના ઘંટેશ્વર નજીક ચોરી કરવા આવેલી ચડ્ડી-બનિયાનધારી ગેંગને ખાલી હાથે પરત ફરવું પડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના ઘંટેશ્વર વિસ્તાર નજીક આવેલા ગુલમહોર વૂડ્સ પ્રોજેક્ટમાં વહેલી સવારે ચોરીનો એક મોટો પ્રયાસ થયો હતો. અહીં ચડ્ડી-બનિયાનધારી ગેંગના છ જેટલા શખ્સો ત્રાટક્યા હતા. પરંતુ તિજોરી તોડવામાં નિષ્ફળ રહેતા તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના વહેલી સવારે પોણા ચાર વાગ્યે બની હતી. જેના CCTV ફૂટેજ હવે પોલીસને મળ્યા છે.
તિજોરી તોડવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ
CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છ શખ્સોની ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરીના ઇરાદે આ ગુલમહોર વૂડ્સ પ્રોજેક્ટમાં ઘૂસી હતી. આ ગેંગે મુખ્યત્વે તિજોરીને નિશાન બનાવી હતી. તેમણે તિજોરી તોડવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો. પરંતુ તિજોરી તોડવામાં સફળતા ન મળતાં તસ્કરોના હાથે કશું જ લાગ્યું નહોતું. ચોરીમાં નિષ્ફળ રહેતાં આ શખ્સો સ્થળ પર જ કોશ, ઈંટ સહિતના હથિયારો છોડીને પલાયન થઈ ગયા હતા.
પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
ચોરીના નિષ્ફળ પ્રયાસની આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે ગુલમહોર વૂડ્સમાંથી મળેલા CCTV ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે ચોરી કરવા આવેલા છ શખ્સોની ઓળખ કરવા માટે કવાયત હાથ ધરી છે. આ ચડ્ડી-બનિયાનધારી ગેંગ અગાઉ પણ આવા ગુનાઓ આચરી ચૂકી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે.
What's Your Reaction?






