Rajkotના ઉપલેટામાં જેટકો કચેરીનો ખેડૂતોએ કર્યો ઘેરાવ, લોડશેડિંગ અને વીજકાપથી સુપેડી-ઝાંઝમેરના ખેડૂતોમાં ભારે રોષ!

Oct 18, 2026 - 17:30
Rajkotના ઉપલેટામાં જેટકો કચેરીનો ખેડૂતોએ કર્યો ઘેરાવ, લોડશેડિંગ અને વીજકાપથી સુપેડી-ઝાંઝમેરના ખેડૂતોમાં ભારે રોષ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ખેતીવાડી માટેના અનિયમિત વીજ પુરવઠા અને ભારે લોડશેડિંગને કારણે ખેડૂતોમાં રોષની આગ ભભૂકી ઉઠી છે. સુપેડી અને ઝાંઝમેર ગામના રોષે ભરાયેલા ખેડૂતોએ ભેગા થઈને ઉપલેટા સ્થિત જેટકો (JETCO) કચેરીનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે હાલના દિવસોમાં ખેતીના સમયે પૂરતી વીજળી ન મળવાના કારણે તૈયાર પાક મુઝાઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિવારણ લાવવામાં આવતું નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

જેટકો અધિકારી અને ખેડૂત વચ્ચેની ધમકીભરી વાતચીતનો ઓડિયો વાયરલ

કચેરીના ઘેરાવ અને વિરોધ પ્રદર્શન વચ્ચે આ સમગ્ર મામલે એક નવો જ વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ અત્યંત ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક જેટકો અધિકારી અને ખેડૂત વચ્ચે વાતચીત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં અધિકારી દ્વારા ખેડૂત સાથે ઉદ્ધતાઈભરી અને ધમકીભરી ભાષામાં વાતચીત કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરાઈ રહ્યો છે. આ ઓડિયો સામે આવ્યા બાદ ખેડૂત આલમમાં રોષ વધુ ભડક્યો છે.

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલી ઓડિયો ક્લિપ

જેટકો કચેરીના ઘેરાવની ઘટના અને ત્યારબાદ વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીજકાપના પ્રશ્ને શરૂ થયેલું આ આંદોલન હવે ઓડિયો વાયરલ થવાને કારણે વધુ વેગ પકડી રહ્યું છે, ત્યારે આગામી સમયમાં તંત્ર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Morbiના હળવદમાં કળિયુગી પિતાનો ઘાતકી કાંડ, બોથડ પદાર્થના ઘા ઝીંકી પોતાના જ પુત્રની કરી નિર્મમ હત્યા, આરોપી ઝડપાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0