Rain forecast: ઉત્તર-દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘમંડાણ, વાંચો હવામાન વિભાગની ચેતવણી

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી આફત યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.હવામાન વિભાગે શું કરી આગાહીવરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબી, જામનગરમાં હળવા વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહીવરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકાયતા છે. સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે. વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ. ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. આજે સવારથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતાં હોડિગ્શ અને અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. 45 મિનિટની મેઘરાજાની ધુવાધાર બેટિંગે અનેક રસ્તા પાણી પાણી કરી દેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.

Rain forecast: ઉત્તર-દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘમંડાણ, વાંચો હવામાન વિભાગની ચેતવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી આફત યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

હવામાન વિભાગે શું કરી આગાહી

વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબી, જામનગરમાં હળવા વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.

વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી

વરસાદી આફત યથાવત રહેવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ ત્રણ દિવસ એટલે કે આજથી 23 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શકાયતા છે. સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે. વરસાદથી ખેડૂતોને સતર્ક રહેવાની અંબાલાલ પટેલે અનુરોધ કર્યો છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છએ. ઉલ્લેખનિય છે કે, હવામાનના મોડલ આગામી ત્રણ દિવસ વરસાદના સંકેત આપી રહ્યાં છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 23 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.

આજે સવારથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતાં હોડિગ્શ અને અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. 45 મિનિટની મેઘરાજાની ધુવાધાર બેટિંગે અનેક રસ્તા પાણી પાણી કરી દેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.