Railway News : 5 અને 6 ઓક્ટોબરના રોજ ચાલશે સાબરમતી-ગુડગાંવ અને મુંબઈ સેન્ટ્રલ-સાબરમતી વંદેભારત વન-વે સ્પેશિયલ ટ્રેન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ટ્રેન સંખ્યા 09401 સાબરમતી- ગુડગાંવ વંદેભારત સુપરફાસ્ટ વન-વે સ્પેશિયલ [02 ફેરા], ટ્રેન સંખ્યા 09401 સાબરમતી-ગુડગાંવ વંદેભારત સ્પેશિયલ 5 અને 6 ઓક્ટોબર 2025ના રોજ સાબરમતીથી 17.30 વાગ્યે પ્રસ્થાન કરશે બીજાં દિવસે 08.25 વાગ્યે ગુડગાંવ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, મરવાડ જં., અજમેર, જયપુર, અલવર, અને રેવાડી સ્ટેશનો પર રોકશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્સિક્યુટિવ ચેર કાર શ્રેણીના કોચ રહેશે.
ટ્રેન સંખ્યા 09153 મુંબઈ સેન્ટ્રલ–સાબરમતી વંદેભારત સુપરફાસ્ટ વન-વે સ્પેશિયલ [02 ફેરા]
ટ્રેન નંબર 09153 મુંબઈ સેન્ટ્રલ–સાબરમતી વંદેભારત સ્પેશિયલ 5 અને 6 ઑક્ટોબર, 2025ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 10.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 17.20 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એ.સી. ચેર કાર અને એગ્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીના કોચ રહેશે. ટ્રેન સંખ્યા 09401 અને 09153નું બુકિંગ તમામ પી.આર.એસ. કાઉન્ટરો અને આઈ.આર.સી.ટી.સી. વેબસાઈટ પર શરૂ થઈ ગયુ છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
6 થી 9 ઓકટોબર સુધી ગોઝારીયા સ્થિત રેલવે ફાટક નં. 78 બંધ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મહેસાણા – ગોઝારીયા હાઇવેની વચ્ચે ગોઝારીયા સ્થિત રેલવે ફાટક ન. 78 આંબલિયાસન-વિજાપુર રેલવે લાઇન ગેજ પરિવર્તન પરિયોજના ના અંતર્ગત ચેક રેલ અને રોડ અલાઇન્મેન્ટ પર ડામર કાર્ય ના કારણે 6 ઓક્ટોબર 2025 થી 9 ઓક્ટોબર 2025 સુધી (4 દિવસ) બંધ રહેશે. સડક ઉપયોગકર્તા આ સમય દરમ્યાન ગાંધીનગર-ગોઝારીયા-વિસનગર હાઇવે સ્થિત રેલવે ફાટક ન. 77 થી અવર-જવર કરી શકે છે.
What's Your Reaction?






