Railway News : નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ આંશિક રદ્દ રહેશે

Aug 15, 2025 - 11:30
Railway News : નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ આંશિક રદ્દ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળમાં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ વિભાગમાં ડબલ ટ્રેકના કામને કારણે નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી પ્રારંભ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત અપડેટ્સની માહિતી માટે (http://www.enquiry.indianrail.gov.in) પર જઈને અવલોકન કરે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

આંશિક રીતે રદ્દ ટ્રેનો

1. 21.08.2025 ના રોજ નાથદ્વારાથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે, આ રીતે આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

2. 22.08.2025ની ટ્રેન નંબર ૧૯૫૬૫ ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ ઓખાની જગ્યાએ જામનગરથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે, આ રીતે આ ટ્રેન ઓખા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0