Railway News : અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસનું રાજગીર સુધી વિસ્તરણ કરયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 12947/12948 અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસને રાજગીર સુધી વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રીજા દિવસે સવારે પહોંચશે ટ્રેન રાજગીર
ટ્રેન નંબર 12947 અમદાવાદ-રાજગીર અજિમાબાદ એક્સપ્રેસ 28 જુલાઈ 2025 થી અમદાવાદથી 21.50 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે સવારે 07:25 કલાકે રાજગીર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 12948 રાજગીર-અમદાવાદ અજિમાબાદ એક્સપ્રેસ 25 જુલાઈ 2025 થી રાજગીરથી 21:00 કલાકે પ્રસ્થાન કરશે તથા ત્રીજા દિવસે 03:50 કલાકે અમદાવાદ પહોંચશે.
ઓનલાઈન માહિતી પણ મુસાફરોને મળી શકશે
પટનાથી રાજગીર વચ્ચે આ ટ્રેન પટના સાહિબ, બખ્તિયારપુર, બિહારશરીફ અને નાલંદા સ્ટેશનો પર રોકાશે. અમદાવાદથી પટના વચ્ચે આ ટ્રેનના આગમન/પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
29 જુલાઈ સુધી ધ્રાંગધ્રા યાર્ડ સ્થિત રેલ્વે ફાટક નં. ૪૭ (કેમિકલ ફાટક) બંધ રહેશે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ધ્રાંગધ્રા યાર્ડ સ્થિત રેલ્વે ફાટક નં. ૪૭ કિમી ૬૨૬/૨૩-૨૬ તાત્કાલિક અસરથી ૨૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ ૧૯.૦૦ વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ રેલ્વે ક્રોસિંગ નં. ૪૬ (કોલોની ફાટક) પરથી મુસાફરી કરી શકશે.
What's Your Reaction?






